Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

મહર્ષિ વાલ્‍મીકી યુવા સેના ટ્રસ્‍ટ યોજીત ક્રિકેટ ટુર્ના.માં પરસાણાનગરની ટીમ વિજેતા

રાજકોટ : મહર્ષિ વાલ્‍મીકી યુવા સેવા ટ્રસ્‍ટ અને સ્‍વામી શ્રધ્‍ધાનંદ દ્વારા સ્‍વ.સમ્રાટ (બબલુ) બેડીયાના સ્‍મરણાર્થે ૨ દિવસીય લોકલ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવેલ. જેમાં ૧૪ ટીમોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. અને બહોળી સંખ્‍યામાં લોકોએ આ મેચનું લાઇવ પ્રસારણ માણ્‍યું હતું. ટુનામેન્‍ટમાં સતિષભાઇ રાઠોડના નેતૃત્‍વ હેઠળ પરસાણાનગરની ટીમ વિનર બની હતી. અને સદર વિસ્‍તારની ટીમ રનર્સ અપ ટીમ રહેલ હતી. બંને ટીમોના ખેલાડીઓએ પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. જેમાં (બેસ્‍ટ બેસ્‍ટમેન : રોનકભાઇ) (બેસ્‍ટ બોલરઃ રાહુલભાઇ) તેમજ મેન ઓફ ધી મેચ તરીકે (ભરતભાઇ) રહ્યા હતા. વિજેતા ટીમ ટ્રોફી સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયા કેશીયર રવિભાઇ બેડીયા તેમજ તેમના ધર્મપત્‍ની રૂપાબેન બેડીયા, પરસોતમભાઇ બેડીયા, હંસાબેન બેડીયા, આશાબેન બેડીયાના હસ્‍તે તથા રનર્સઅપ ટીમને યશ્‍વી બેડીયાના હસ્‍તે એનાયત કરવામાં આવેલ. સમગ્ર ટુર્નામેન્‍ટને સફળ બનાવવા સંસ્‍થાના પ્રમુખ પારસ બેડીયા, આયોજક વિશાલ બેડીયા, કરણ ઝાલા, કરણ બેડીયા, આનંદ ગોરી, વિવેક બેડીયા, સંદીપ સોઢા રાજા વાઘેલા, રામ વાઘેલા, રાજુ વાઘેલા, પપ્‍પુ વાઘેલા તેમજ વિસ્‍તારના પટેલ પ્રવિણ વાઘેલાના માર્ગદર્શક કીશોર બેડીયા, રાજેશભાઇ રાઠોડ, હસમુખભાઇ વાઘેલા, પ્રવિણભાઇ સોઢા, દિલીપ ગોરી, મોહનભાઇ નૈયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:10 pm IST)