Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

એક સપ્‍તાહમાં રોગચાળો વકર્યો : શરદી-ઉઘરસ-તાવના ૬૧૧ દર્દીઓ નોંધાયા

મનપાની આરોગ્‍ય શાખા દ્વારા ૨૨૨ લોકોને મચ્‍છર ઉત્‍પતિ સબબ નોટીસ

રાજકોટ,તા. ૬ : શહેરમાં છેલ્લા સપ્‍તાહમાં ઠંડીનું જોર વધ્‍યું છે. ત્‍યારે છેલ્લા સપ્‍તાહમાં આરોગ્‍ય વિભાગમાં ચોપડે શરદી,ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૬૧૧થી વધુ કેસ નોંધાયા છે. જ્‍યારે મચ્‍છરજન્‍ય રોગચાળાના ૨ દર્દીઓ નોંધાયા છે.

આ અંગે મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૫ જાન્‍યુઆરી સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના ૨ કેસ

અઠવાડિયામાં મેલેરિયાના શૂન્‍ય, ડેંગ્‍યુના ૨ કેસ નોંધાયા છે. જ્‍યારે સીઝનમાં મેલેરિયામાં ૨, ડેંગ્‍યુના ૫ તથા ચિકનગુનિયાના ૨ કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૬૧૧ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૪૮૧ તેમજ સામાન્‍ય તાવ ૪૭ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૮૩ તથા ટાઇફોડ તાવના શૂન્‍ય સહિતના કુલ ૬૧૧ દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૩૧૧ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોગ મહાનગરપાલીકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૮૧૬૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૨૨૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૩૩૧ લોકોને નોટીસ પાઠવી છે.

(3:56 pm IST)