Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

તાપી જીલ્લામાં સરકારી યોજનાના નામે ખેડૂતો સાથે ૪ લાખથી વધુની છેતરપિંડી

રાજકોટ, તા. ૬ : રાજકોટ, તા. ૬ :  તાપી જિલ્લાના વ્‍યારા તાલુકાના ખેડૂતોને સરકારી યોજના અંતર્ગત ખેતરમાં બોર બનાવી આપવાની લાલચ આપી રૂપિયા ૪ લાખથી વધુની છેતરપીંડી કરવામાં આવી છે. પોલીસે ૩ વ્‍યકિતઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. વ્‍યારાના ઇન્‍દુ ગામના આશરે ર૦ થી વધુ ખેડૂતો ભોગ બન્‍યા છે. ખેડૂતોએ બોર કરવાની યોજના અંતર્ગત ૧૧ હજારથી ૧૪ હજાર રૂપિયા ભર્યો હતો. પરંતુ આજદીન સુધી બોર કરી આપવામાં આવ્‍યો નથી. પોલીસે સ્‍ટેવી ગ્રૃપ કંપની અને અપ્રોધો એગ્રો ઇન્‍ડસ્‍ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવતા સુનિલ ગામીત, તેજલબેન, ગામીત અને કબુલ ગામીત વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

(3:30 pm IST)