Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ગૈબનશાહપીરનો બે દિ'નો ઉર્ષ શરૂ

રાજકોટ તા. ૬ : હઝરત ગેબનશાહ પરી દરગાહ શરી ટ્રસ્‍ટના પ્રમુખ યુસુફભાઇ ઇસ્‍માઇલભાઇ દલ મહામંત્રી રહીમભાઇ સોરા અને સહમંત્રી હાજી બશીરબાપુ બુખારીએ જણાવેલ છે કે, હિન્‍દુ, મુસ્‍લિમ, શિખ, ઇસાઇ અને સર્વે ધર્મના લોકોની શ્રદ્ધાના પ્રતિક સમા હઝરત ગેબનશાહ પીર (ર.અ.)ના ઉર્ષ મુબારકની ઉજવણી (સોમવાર તથા મંગળવાર) ના રોજ બે દિવસ કરવામાં આવશે.

આજે સાંજે ૭ વાગ્‍યે મગરીબની નમાઝ બાદ દરગાહથી નજીક જંકશન ખાતે આવેલ ભાટીયા બોર્ડિંગના ગ્રાઉન્‍ડમાં તમામ જાતિ જ્ઞાતિના લોકો માટે ‘આમ ન્‍યાઝ' (વેજ પુલાવ) પ્રસાદીના ભાગરૂપે તકસીમ કરવામાં આવશે.

આજે રાત્રે ૯-૩૦ વાગ્‍યે કુરાન શરીફની તીલાવત પછી રાષ્‍ટ્રીય કોમ એકતા સમાહોર સર્વધર્મ સમભાવ સમારોહ-ખિરાઝ એ અકીદતનુ આયોજન કરેલ છે રાત્રે ૧૦-૩૦ કલાકે મશહુર કવ્‍વાલ અનીશ નવાબનો કવ્‍વાલીનો કાર્યક્રમ યોજાશે.

જયારે કાલે મંગળવારે ઇશાની નમાઝ બાદ રાત્રે જશ્‍ને ‘‘હઝરત ગેબનશાહ પીર કોન્‍ફરન્‍સ''નું આયોજન કરાયું છે. જેમાં હઝરત કાતીબ એહમદ રાજસ્‍થાનથી તથા ગુલાબ ગૌસ અલ્‍વીયુલ હાશમી ધોરાજીથી આમંત્રીત કરાયા છે. આ કોન્‍ફરન્‍સમાં સૂફી શાયરે ઇસ્‍લામ હઝરત સૂફી બૈતુલ્લાહ મિનાઇ ચિશ્‍તી, લખનૌથી આમંત્રીય કરાયા છે. ઉર્ષની ધાર્મિક વિધિઓમાં, ઇબાદત, દુઆ, સલામ, ફાતિહા વિગેરે બાબતો માટે દરગાહે આવનારા તમામે સરકારશ્રીની ગાઇડલાઇન્‍સનું ચુસ્‍તપણે પાલન કરવા અને સાથ સહકાર આપવા ટ્રસ્‍ટમંડળ દ્વારા વિનંતી. હઝરત ગેબનશાહ પીર દરગાહ કેમ્‍પમાં આવેલ બિલ્‍ડીંગનું રીનોવેશન કરી અહીં આલીશાન મસ્‍જિદ બનાવવામાં આવેલ છે જેનું પણ ઉર્ષ પહેલા ઉદ્દઘાટન કરી નમાઝ તથા ઇબાદત માટે ખુલ્લી મુકવામાં આવી છે તથા અહીં રપ બેડની હોસ્‍પિટલ જેમાં ઇમરજન્‍સી સારવાર, એકસ-રે, સોનોગ્રાફી, લેબોરેટરી વિગેરે સુવિધાસભર વ્‍યવસ્‍થા કરવામાં વહેલી તકે ચાલુ કરવામાં આવનાર છે. નીટ, જેઇઇ, જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી. તથા ગર્વમેન્‍ટ કોમ્‍પીટીટીવ એકઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરી અને રીડીંગ સ્‍પેશની વ્‍યવસ્‍થાનું આયોજન આ બિલ્‍ડીંગમાં કરેલ છે અને મુસાફર ખાનાની પણ વ્‍યવસ્‍થા કરેલ છે અને અહીં આયુર્વેદીક દવાખાનું પણ ચાલુ કરવામાં આવશે. હાલ આ અંગેની કામગીરી આખરી ચરણમાં છે જે જોવા નિહાળવા પણ લોકોને ઉર્ષના મુબારક પ્રસંગે આમંત્રણ પાઠવવામાં આવે છે.

(1:46 pm IST)