Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ઉકાણી અને ભાલોડીયા પરિવાર જન્મોજન્મના બંધનથી બંધાયાઃ ઐકયોત્સવ

જય મૌલેશભાઈ ઉકાણી અને એલીશ જયસુખભાઈ ભાલોડીયાની જલવિધિ : પૂ.વ્રજકુમારજીએ આશીર્વચન આપ્યાઃ વજુભાઈ વાળા, મોહનભાઈ કુંડારીયા, ગોવિંદભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

રાજકોટઃ વિશ્વપ્રસિધ્ધ બાન લેબના મેનેજિંગ ડિરેકટર, દ્વારકા દેવસ્થાનમ સમિતિના સભ્ય અને ઉદ્યોગપતિ શ્રી મૌલેશભાઇ ઉકાણી અને સોનલબેન ઉકાણીના પુત્ર ચિ.જયની જલવિધિ અજંતા-ઓરેવા ગ્રુપના એમ.ડી. અને જાણીતા ઉદ્યોગપતિ જયસુખભાઇ અને મૃદુલાબેન ભાલોડિયાની સુપુત્રી ચિ.એલીશ સાથે એક ભવ્ય સમારોહમાં અનેક મહાનુભાવોની હાજરીમાં યોજાઈ હતી. ઈશ્વરીયા ગામ ( કાલાવડ રોડ ) સ્થિત દ્વારકાધીશ ફાર્મ ખાતે યોજાયેલા આ જલવિધિ કાર્યક્રમ બાદ શાનદાર બોલીવુડ મ્યુઝિકલ નાઈટ યોજવામાં આવી હતી અને જાણીતા સિંગરોએ સુંદર ગીતો રજૂ કરીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.આ પ્રસંગના માધ્યમથી બાન કંપનીના મેનેજિંગ ડિરેકટર મૌલેશભાઈ ઉકાણી અને ઓરેવા-અજંતા ગ્રુપના એમ.ડી.અને સહૃદયી ઉદ્યોગપતિ જયસુખભાઈ ભાલોડિયા એમ બે દિગ્ગજ ઉદ્યોગપતિઓ વેવાઈ બન્યા છે.

આ પ્રસંગની શરૂઆતમાં દ્વારકાધીશના આબેહુબ દર્શનનો લ્હાવો મહેમાનોને મળ્યો હતો. ડાન્સ ગ્રુપે '' વારી વારી જાઉં મારા શ્યામ...'' સહિતના ભકિત ગીતો રજુ કરીને દાદ મેળવી હતી. આ પછી ચિ. જય અને ચિ.એલીશની પવિત્ર જલવિધિ થઇ હતી. પારંગત ભૂદેવોએ મંત્રોચ્ચારથી આ વિધિ કરાવી હતી. ઉકાણી પરિવારના મોભી ડો. ડાહ્યાભાઈ અને શ્રીમતી લાભુબેન ઉપરાંત નટુભાઈ ઉકાણી અને અમિતાબેન ઉકાણીએ બંનેને આશીર્વાદ આપ્યા હતા.ઉકાણી પરિવારના જ લવ અને શ્રીમતી રીશાબેન તથા વિધિ અને રાધાએ શુભેચ્છા પાઠવી હતી.

વિશ્વભરમાં જાણીતા યુવાવૈષ્ણવાચાર્ય પૂજય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ જણાવ્યું હતું કે, બાન પરિવારના આંગણે યોજાયેલા આ શુભ પ્રસંગે ચિ.જય અને ચિ.એલીશને શુભાશિષ પાઠવું છું અને દ્વારકાધીશ તેમના તમામ મનોરથ પૂર્ણ કરે તેવા આશીર્વાદ પાઠવું છું. તેમણેઙ્ગ એમ પણ કહ્યું હતું કે, બાન પરિવારમાં પૂ.ડાયાભાઇ ઉકાણીએ સંસ્કારોનું સિંચન કર્યું છે. દીવડાની જયોત કલાકો સુધી જ પ્રજવલ્લીત રહે છે જયારે સંસ્કારોની જયોત કાયમી સાથે રહે છે.

તેઓએ જણાવેલ કે બાન શબ્દમાં પણ ઘણા અર્થ છુપાયેલા છે. બી શબ્દમાં ભવ્યતા છે. મૌલેશભાઇ દ્વારા આયોજિત કોઈ પણ કાર્યક્રમ કે પ્રસંગમાં ભવ્યતા જોવા મળે છે. વધુમાં ભવ્યતામાં મંત્રોચ્ચારને કારણે દિવ્યતા પણ અનુભવાય છે. એ શબ્દમાં આદર્શ છુપાયેલો છે. ઉકાણી પરિવારમાં હંમેશા વિનમ્રતા જોવા મળે છે. મને લાગે છે કે, તેમના ઉપર દ્વારકાધીશના દસેય હાથ છે અને દ્વારકાધીશ જ તેમને બધું ગોઠવી આપે છે. જયારે એન શબ્દમાં નવીનતા છે. આ પરિવાર જે કાંઈ કરે છે તેમાં નવીનતા જોવા મળે છે.

આ અવસરે કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા, પૂ ધર્મબંધુ, રાજકોટના સંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયા , પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, સવર્ણ આયોગના ચેરમેન બાબુલાલ ઘોડાસરા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, સીદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી,  મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મંત્રી જીવણભાઈ સાકરીયા, સુરેન્દ્રનગરના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી, પુષ્કર પટેલ, કલેકટર રાજીવ ગુપ્તા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની,  જિલ્લા પોલીસ વડા બલરામ મીના, ડીસીપી મનોહરસિંહ જાડેજા,  ડી.આર.એમ.પી.બી. નિનાવે,  એરપોર્ટ ડાયરેકટર બી.કે.દાસ, સી.આઈ.એસ.એફ.ના ડેપ્યુટી કમાન્ડન્ટ વી.કે.ગૌડ, જોઈન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી ,  આવકવેરા વિભાગના એડિશનલ કમિશનર પ્રવિણ વર્મા,  પ્રિન્સિપલ કમિશનર બી.વી.ગોપીનાથ, ડેપ્યુટી કમિશનર મનીષ અજુડિયા, ડેપ્યુટી કમિશનર હિમાંશુ જોશી, બિલ્ડર અને કલાસિક નેટવર્કના સ્મિતભાઈ પટેલ, બિલ્ડર મહેન્દ્રભાઈ ફળદુ, પુજારા ટેલિકોમના યોગેશ પુજારા, જયોતિ સી.એન.સી.ના પરાક્રમસિંહ જાડેજા, કોસ્મોપ્લેકસના હિતેશ બગડાઈ, જે.પી.કન્સ્ટ્રકશનના જગદીશભાઈ ડોબરીયા,ભાવેશ પટેલ, આઈ.ટી.સી.ના હિરેન સોઢા, પરેશભાઈ ગજેરા, પૂર્વ મંત્રી જીવણભાઈ સાકરીયા, પૂર્વ ધારાસભ્ય હરિભાઈ પટેલ,હંસરાજભાઈ ગજેરા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માંકડિયા, કટાર લેખક જય વસાવડા,  સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગર, જસવંતસિંહ ભટ્ટી, વશરામ સાગઠીયા, અતુલ રાજાણી , લોકકલાકાર ધીરુભાઈ સરવૈયા, કિર્તીદાન ગઢવી, શહેરથી પ્રસિધ્ધ થતા અખબારોના તંત્રીઓ અને માલિકો, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, અગ્રણી ડોકટરો,  શિક્ષણ જગતના માંધાતાઓ, ધાર્મિક સંસ્થાના વડાઓ, સંતો, મહંતો,દરેક સમાજના અગ્રણીઓ, મિત્રો, સ્નેહીઓ, શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ પ્રસંગે યુવાન હૈયાને આશીર્વાદ આપવા માટે વિશ્વની પ્રસિધ્ધ બીગ ફોર કંપનીઓ ડેલોઈટ, ટ્રુ -નોર્થ, પી..ડબ્લ્યુ.સી.ના પાર્ટનરો અને ડાયરેકટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

જલવિધિ બાદ મહેમાનોએ અવનવા રાજયોના ઓથેન્ટિક ભોજનનો આસ્વાદ માણ્યો હતો. ભોજનમાં સૂપથી શરૂ કરીને સ્ટાર્ટર, ચાટ , સ્ટ્રીટ ફૂડ, સ્વીટ્સ, ધાબા ફૂડ, પીઝા બાર, પાસ્તા બાર, યુરોપિયન ફૂડ, મદ્રાસ કાફે, અમ્રિતસર કી ગલી, ગુજરાતી ફૂડ, ડેઝર્ટ, આઈસ્ક્રીમ, સેન્ડવીચ, વિદેશી ફ્રૂટ ડીશ સહિતની શ્રેષ્ઠ વાનગીઓ પીરસવામાં આવી હતી. ભોજન બાદ મનોરંજન માટે બોલીવુડ મ્યુઝિકલ નાઇટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને તેમાં પ્રખ્યાત સિંગરોએ જુના-નવા ગીતો રજૂ કરીને સમગ્ર માહોલને સંગીતમય બનાવી દીધો હતો.

(3:39 pm IST)