Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

રાજકોટ, લોધીકા, કોટડાસાંગાણી પંથકના રસ્તાના કામો મંજુર

નાયબ મુખ્યમંત્રીનો આભારઃ ભાનુબેન બાબરીયા

રાજકોટ તા.૬: રાષ્ટ્રીય અનુ.જાતિ મોરચાના મંત્રી અને પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયાએ યાદીમાં જણાવ્યા મુજબ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના રાજકોટ જિલ્લાના રાજકોટ ગ્રામ્ય મત વિસ્તારના લોધીકા, રાજકોટ અને કોટડાસાંગાણી તાલુકામાં રૂ. ૧૫,૨૨,૦૦,૦૦૦ (પંદર કરોડ બાવીસ લાખ)ના ખર્ચે વિવિધ રસ્તાઓના કામ મંજુર થયા છે.

ઉપરોકત રસ્તાઓ મંજુર કરવા બદલ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રી નીતિનભાઇ પટેલનો ગ્રામ્ય પ્રજાજનો વતી ધારાસભ્યશ્રી ભાનુબેન બાબરીયાએ આભાર વ્યકત કરેલ છે.

(3:39 pm IST)