Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

હાથઉછીની રકમ પરત ચુકવવા આપેલ ચેક રીટર્ન કેસના આરોપીને બે વર્ષની સજા

રાજકોટ, તા. ૬ : રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે, ન્યુ શકિત સોસાયટી, રાજકોટ પાસે રહી ઇમીટેશનનો વ્યવસાય કરતા આરોપી વિશાલભાઇ શામજીભાઇ ડાકાનાએ ફરીયાદી વિપુલભાઇ નાનજીભાઇ ચૌધરી પાસેથી એકજ જ્ઞાતિ અને સગા થતા હોવાના સબંધે આરોપીને ધંધામાં રકમની જરૂરીયાત હોવાનું જણાવતા ફરીયાદીએ આરોપીને હાથઉછીની રકમ રૂ. ૬,૦૦,૦૦૦/- આપેલ જે માંહેથી આરોપીએ રકમ રૂ. ૧૮,૦૦૦/ પરત ચૂકવી બાકીની કાયદેસરની લેણી રકમ ચૂકવવા રકમ રૂ.પ,૮ર,૦૦૦/-નો ચેક આપેલ, જે ચેક, ચેકની તારીખે બેન્કમાં રજુ રાખતા ચેક રીટર્ન થતા ફરીયાદીએ ફરીયાદ દાખલ કરતા સદર ફરીયાદ નામદાર કોર્ટમાં ચાલી જતા રાજકોટના એડી. ચીફ જયુડી મેજી.એ આરોપીને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૮૮ર ની કલમ ૧૩૮ હેઠળ સી.આર.પી.સી.ની કલમ-રપપ(ર) મુજબ તકસીરવાન ઠેરાવી બે વર્ષની કેદની સજા અને ચેકની રકમનું વળતર ચૂકવવા આદેશ કરેલ અને જો આરોપી ચેકની રકમનું વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ બે માસની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ.

આ ફરીયાદ ચાલી જતા અદાલતે માનેલ કે સદર વ્યવહાર ફરીયાદી સાથે કરેલ છે અને કાયદેસરની લેણી રકમ ચૂકવવા ચેક આપી તે ચેકનું પેમેન્ટ જાણી જોઇ સ્ટોપ કરાવી આરોપીએ ગુનો કરેલ હોય તેવું સાબીત થતુ હોય અને તેના સમર્થનમાં ફરીયાદી તરફે ધારદાર દલીલો તેમજ એપેક્ષ કોર્ટના જજમેન્ટો રજુ રાખેલ, જેથી રાજકોટના એડી. ચીફ જયુડી મેજી.એ આરોપીને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૮૮ર ની કલમ ૧૩૮ હેઠળ સી.આર.પી.સી.ની કલમ-રપપ(ર) મુજબ તકસીરવાન ઠેરાવી બે વર્ષની કેદની સજા અને ચેકની રકમનું વળતર ચૂકવવા આદેશ કરેલ અને જો આરોપી ચેકની રકમનુંવળતર ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ બે માસની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ હતી.

ઉપરોકત કામમાં ફરીયાદી વિપુલભાઇ નાનજીભાઇ ચૌધરી વતી રાજકોટના વકીલશ્રી એસ.એન. ભંડેરી, અનિલ બી. ડાકા, પરેશ એમ. મૈયડ, આર.ડી. ભાયાણી, ડી.એમ.બોખાણી તથા ડી.બી. મોણપરા રોકાયેલા હતાં. (૮.૧૮)

 

(3:34 pm IST)