Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં સર્વત્ર વાદળીયુ વાતાવરણઃ અમરેલી સહિત અનેક જગ્યાએ વરસાદી ઝાપટા

અમરેલી, તા., ૬ : ગઇકાલ સવારથી રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાંયુ વાતાવરણ રહયા બાદ છુટા છવાયા વરસાદી ઝાંપટા પડયા હતા.

આજે સવારથી જ  વાદળીયું વાતાવરણ  છવાયેલું રહયું છે. આવા વાતાવરણ વચ્ચે આ લખાય છે ત્યારે બપોરે ૩.૩૦ વાગ્યા આસપાસ અમરેલીમાં જોરદાર વરસાદી ઝાપટુ વરસી ગયું છે. આ વરસાદથી રસ્તા ભીના થઇ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

આજે સતત બીજા દિવસે વરસાદીવાતારવણ છવાઇ ગયું છ.ે રાજકોટમાં પણ બપોરે બાદ વાદળીયાું વાતાવરણ છવાઇ ગયૂ છે અને મિશ્ર હવામાનનો અનુભવ થ ઇ રહ્યો છે.

(4:20 pm IST)