Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો

રાજકોટ, તા.૬ : શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજા (ઘોઘુભા બાપુ) અને શ્રીમતી કે.એસ.એન. કણસાગરા કોલેજ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની બી.એસ. ડબલ્યુ. તથા એમ.એસ.ડબલ્યુ. વિભાગની વિદ્યાર્થીની બહેનોના સંયુકત ઉપક્રમે માધાપર તાલુકા શાળા, જામનગર હાઇવે, માધાપર ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરેલ હતું. જેમાં હોમિયોપેથના ૭૮, આયુર્વેદના ૧૨૦, દંતરોગના ૫૨ તેમજ એમ્યુપ્રેશરના ૧૯૦ મળી કુલ ૪૪૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

કેમ્પનું ઉદ્ઘાટન શ્રીજી ગૌ શાળા તથા બજરંગ ટ્રસ્ટના પ્રમુખ પ્રભુદાસભાઈ તન્નાએ કરેલ હતું. અતિથીવિશેષ તરીકે ગૌ ભકત બુપેન્દ્રભાઈ છાટબાર, માધાપર ગામના સરપંચ છગનભાઈ સંખારવા, તલાટી મંત્રી એ. એચ. તેરૈયા તથા કે.જે. મહેતા, માજી સરપંચ ભીમજીભાઈ મકવાણા, તાલુકા પંચાયત સદસ્ય રઘુવીરસિંહ જાડેજા, તાલુકા શાળાના પ્રિન્સીપાલ દ્વારકાદાસભાઈ હરિયાણી તથા બજરંગ ટ્રસ્ટના અગ્રણીઓએ હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી.

હોમિયોપેથી સર્વરોગ નિદાન-સારવાર માટે ડૉ.એન.જે. મેઘાણી, ડૉ.મૃગાંકભાઈ મેઘાણી, આયુર્વેદ સર્વરોગ નિદાન સારવાર માટે ડૉ.કેતનભાઈ ભીમાણી, દાંના રોગોના નિષ્ણાંત ડૉ.બ્રિજેશભાઈ સોની, એકયુપ્રેશર નિષ્ણાંત જગદીશભાઈ પંડિત, રાજુાઈ બુદ્ધદેવ, પ્રવીણભાઈ ગેરીયા, દિનકરભાઈ રાજદેવ, રત્નાબેન મહેશ્વરી, અરજણભાઈ પટેલ, વગેરે કાર્યકરત રહ્યા હતા.

કેમ્પાની સફળતા માટે ટ્રસટના પ્રભુદાસભાઈ તન્ના, કે.ડી.કારિયા, જીતુભાઈ દામાણી, ચિરાગભાઈ ધામેચા, મનુભાઈ ટાંક, પારૂલબેન દાવડા, બી.એલ. મહેતા, ધૈર્ય રાજદેવ, કણસાગરા કોલેજની વિદ્યાર્થીનીઓ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી તેમ એક યાદીમાં જણાવાયું છે.

(4:08 pm IST)
  • રોજ એક સિગારેટ પીવાથી પણ તમારા હૃદયને ભારે નુકશાન થઈ શકે છેઃ ધુમ્રપાન કરનારાઓ ચેતજો : અભ્યાસ અનુસાર જો કોઈ વ્યકિત દિવસમાં એક જ સિગારેટ પીતી હોય તો પણ તેને ધુમ્રપાન નહીં કરનાર વ્યકિતની તુલનાએ હૃદયરોગ થવાની આશંકા વધી જાય છે access_time 11:37 am IST

  • પાક. દ્વારા વારંવાર કરવામાં આવતા યુદ્ધવિરામના ભંગ અંગે પ્રહાર કરતા શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું, 'શું આપણી મિસાઈલો માત્ર ૨૬મી જાન્યુઆરીના પ્રદર્શન માટે જ છે?' access_time 11:37 am IST

  • કાશ્મીરમાં આતંકીઓ બન્યા બેફામ : મોડી સાંજે પુલવામાના રાજપોરા પોલીસ સ્ટેશન પર કર્યું અંધાધુંધ ફાયરીંગ access_time 10:02 pm IST