Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

રજૂઆતની પ્રાથમિકતામાં સત્યતા જણાય છેઃ કોઇને છોડવામાં નહિ આવેઃ નેહલ શુકલ

રાજકીય ભલામણોની કોઇ અસર નહિ થાયઃ તપાસ સમિતિના અધ્યક્ષ

રાજકોટ : હોમિયોપેથીના કથિત કૌભાંડ પ્રકરણે યુનિવર્સિટીએ રચેલી તપાસ સમિતિના અધ્યક્ષ ડો. નેહલ શુકલએ અકિલાને જણાવેલ કે, ડો. ભરત વેકરીયાની લાંબાગાળાની રજૂઆત બાદ કુલપતિએ ત્રણ સભ્યની સમિતિ રચી છે. આ સમિતિમાં ડો. ભરત વેકરીયા દ્વારા રજૂઆતમાં પ્રાથમિક દ્રષ્ટિએ કેટલીક સત્યતા જણાય રહી છે. તપાસના અંતે જે હશે તે ફલીત થશે.

ડો. નેહલ શુકલએ જણાવ્યું કે, જનઆરોગ્ય સાથે સીધો સંપર્ક ધરાવતા તબીબો ખૂબ શિક્ષીત હોવા જ જોઇએ તેવું અમે સ્પષ્ટ માનીએ છીએ. જનઆરોગ્ય સાથે ચેડા ક્ષમ્ય નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલા કોઇપણ વ્યકિત હોય તેમના તાબે નહિ થવાય. ચોક્કસ ન્યાયીક રીતે પગલા ભરવામાં આવશે. રાજકીય ભલામણોની કોઇ અસર તપાસ સમિતિ ઉપર થવાની નથી.

(4:03 pm IST)