Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

જવેલર્સની દુકાનમાં થયેલી ૬૦ હજારની ચોરીમાં સીસી ટીવી ફૂટેજના આધારે તપાસ

રાજકોટ તા. ૬ :.. મવડી બાપા સીતારામ ચોક શ્યામ પાર્કમાં આવેલ પટેલ જવેલર્સમાં થયેલી રૂ. ૬૦ હજારના સોનાના પેંડલની ચોરીમાં તાલુકા પોલીસે સીસી ટીવી ફૂટેજના આધારે તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ મવડી ચોકડી પાસે રાજ રેસીડેન્સી બ્લોક નં. પ૧ માં રહેતા સંજયભાઇ કુમનભાઇ સાંગાણી (ઉ.૩ર) ગત તા. ૪-૧ ના રોજ પોતાની મવડી બાપા સીતારામ ચોક શ્યામ પાર્ક-૧ ની સામે આવેલ પટેલ જવેલર્સ નામની દુકાને હતાં. ત્યારે રાત્રે દુકાન બંધ કરવાના સમયે તેના કાકાનો દીકરો કિશન સાંગાણી અને તેના પાર્ટનર વિશાલ દામજીભાઇ ત્રણેય દુકાનમાં બધી સોનાની વસ્તુઓનાં બોક્ષ ચેક કરતા તેમાંથી એક બોક્ષમાં વેચાણ માટે રાખેલ સોનાનું મંગલ સુત્ર ન હતું. જેની  કિંમત ૬૦  હજાર થાય છે. બાદ દુકાનમાં લગાવેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા તેમાં એક પપ વર્ષની અને એક ર૧ વર્ષની બે મહિલા દુકાનમાં ખરીદી કરના બહાને આવી પોતાનાભાઇ કિશનની નજર ચૂકવી મંગલ સૂત્ર લઇ જતી જોવા મળતા પટેલ વેપારી સંજયભાઇએ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એસ. આર. સોલંકીએ તપાસ આદરી છે.

(3:55 pm IST)