Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

પક્ષશાહી નહીં ખરી લોકશાહીનો નિરધાર

રાજકોટ મતદાર એકતા મંચ મેદાનમાં : રાજકોટ મહાનગરપાલીકાની ચુંટણીમાં નવતર પ્રયોગ : અત્યારથી જ વોર્ડ વાઇઝ સંગઠનોની તૈયારી શરૂ : કોર કમીટીની રચના : અશોકભાઇ પટેલના નેતૃત્વમાં મહાઅભિયાન

રાજકોટ તા. ૬ : પક્ષશાહી હટાવી ખરી લોકશાહી લાવવાનો નિરધાર રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા કરાયો છે.

આ અંગે વિગતો વર્ણવતા મંચના આગેવાનોએ જણાવેલ કે અમે જાગૃત, તટસ્થ, જવાબદાર મતદારોનું બીનરાજકીય સંગઠન ઉભુ કરવા માંગીએ છીએ. આગામી આવી રહેલ રાજકોટ મહાનગરપાલીકાની ચુંટણીમાં જ તેની અસર દેખાડવા અત્યારથી વોર્ડ વાઇઝ સંગઠનોનું મહાઅભિયાન શરૂ કરી દેવાયુ છે.

લોકોને પક્ષા પક્ષીના રાજકારણમાંથી બહાર લાવી તેમના પોતકા શાસનની અનુભુતિ કરાવવા આ સંગઠન મહેનત કરશે. શહેરના ૧૮ વોર્ડમાં ૧૮ સ્વતંત્ર મતદાર સંગઠનોમાં સત્યાગ્રહીઓને જોડવા અને સંગઠન વિસ્તરણના કાર્યક્રમને આગળ ધપાવશે. કોર કમીટીની રચના કરાશે.

છેલ્લા છ અઠવાડીયાથી જિલ્લા પંચાયત ચોક ખાતેના બગીચામાં શીવાજીની પ્રતિમા પાસે દર રવિવારે સાંજે પ વાગ્યે રાજકોટ મતદાર એકતા મંચની મીટીંગ મળી રહી છે. કોર કમીટીમાં ૧૯ સભ્યોને સ્થાન અપાયુ છે.

મુખ્ય સંયોજક અશોકભાઇ પટેલ તથા  દરેક વોડમાંમાંથી નિમણુંકો અપાઇ છે. જે મુજબ (૧) અશોકભાઇ લાખાણી, (ર) અલ્પેશભાઇ વેકરીયા, (૩) પ્રવિણભાઇ લાખાણી, (૪) અબ્બાસભાઇ જરીવાલા, (૫), અશોકભાઇ મહેતા, (૬) દિનેશભાઇ ચૌહાણ, (૭) પ્રતિકભાઇ વસોયા, (૮) દિનેશકુમાર વાછણી, (૯) વલ્લભભાઇ મશરૂ, (૧૦) જયંતભાઇ પટેલ, (૧૧) કાંતિભાઇ ભુત, (૧૨) અમિતકાંતા પટેલ, (૧૩) અશોકભાઇ બુટાણી, (૧૪) નયનભાઇ રાજમણી, હિમ્મતભાઇ લાબડીયા, (૧૫) ડો. ધર્મેશ ગોહેલ, (૧૬) ઇશ્વરભાઇ મકવાણા, (૧૭) અમરીશભાઇ મોદી, (૧૮) કલ્પેશભાઇ મોરી તેમજ ચિત્રાવાવ ગામના દાદુભાઇ લાંગાનો સમાવેશ કરાયો છે.

૧૮ વોર્ડ માટે દરેક વોર્ડની ૪ બેઠકો માટે ૪ અપક્ષ લોક ઉમેદવારોને સર્વ સંમતીથી ચુંટી કાઢી એ રીતે લોકોનું શાસન લાવવા પ્રયાસ કરાશે.

કોર કમીટી ઉપરાંત બીજુ એક ગ્રુપ વોર્ડ વાઇઝ સભ્યોનું તૈયાર કરાયુ છે. જેની મીટીંગ દર ગુરૂવારે સાંજે પ વાગ્યે જયુબેલી બાગ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે મળશે. અહીં ચર્ચા વિચારણા કરી આગળખા કાર્યક્રમો ઘડી કઢાશે.

મંચમાં જોડાવા કોર કમીટીના સર્વશ્રી અશોકભાઇ પટેલ (મો.૯૪૨૮૨ ૭૫૫૫૦), અલ્પેશભાઇ વેકરીયા (મો.૯૩૨૮૩ ૯૯૦૯૯), પ્રવિણભાઇ લાખાણી (મો.૯૪૨૬૪ ૬૮૧૦૮), અબ્બાસભાઇ જરીવાલા (મો.૯૨૨૭૨ ૩૫૧૫૨) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા 'રાજકોટ મતદાર એકતા મંચ' ના આગેવાનો તેમજ બીજી તસ્વીર ગ્રુપ મીટીંગ સમયની નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:51 pm IST)