Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

શ્રી વ્રજ મહિલા મંડળ (સોની સમાજ)ની સ્થાપનાઃસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

રાજકોટ, તા.૬ : શ્રીમાળી સોની સમાજના મહિલાઓના સામાજિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષ અને સ્વાવલંબનના ઉમદા ધ્યેય સાથે શ્રી વ્રજ મહિલા મંડળ સોની સમાજ રાજકોટની સ્થાપના કરાઈ હતી. સંસ્થાના સ્થાપના પ્રસંગે સોની સમાજના મહિલા અગ્રણીઓ સર્વ શ્રી હંસાબેન ઝીંઝુવાડિયા, સંસ્થાના સલાહકાર અને રા.મ્યુનિ.કો.ના ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન વર્ષાબેન રાણપરા ,અગ્રણી નિશાબેન રાણપરા, માલતીબેન વઢવાણા, બિંદિયાબેન લોઢીયા, નિધિબેન લોઢીયા સહિતની પ્રેરક ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સંસ્થાનો શુભારંભ કરાયો હતો.

સંસ્થાના પ્રારંભે સંસ્થાના સમાજના અગ્રણી મહિલાઓની ઉપસ્થિતિમાં સભ્ય બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેના વિજેતાઓને મહેમાનોએ પ્રોત્સાહિત કરી ઇનામ આપીને નવાજયા હતા.

આ વેળાએ રા.મ્યુનિ.કો.ના ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન વર્ષાબેન રાણપરાએ  સરકારની  માં અમૃતમ યોજના વિશે વિસ્તૃત માહિતી આપીને આરોગ્યલક્ષી  યોજનાથી ઉપસ્થિત બહેનોને માહિતી આપીને લાભ લેવા અનુરોધ કર્યો હતો. સાથે તમામ બહેનોને ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહની મુલાકાત કાર્યક્રમ ગોઠવવા જણાવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમને સંસ્થાના સક્રિય સભ્ય વ્રજલાતાબેન રાજપરા, રિંકલબેન લાઠીગરા, રેખાબેન આડેસરા, કીર્તિબેન કડેચા, નયનાબેન રાણપરા, સહિતનાએ જહેમત ઉઠાવી હતી તેમ લતાબેન રાજપરાની યાદીમાં જણાવાયું છે.

(3:48 pm IST)