Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

મોચીબજારમાં ઘોડીપાસાનો જૂગાર રમતા આઠ શખ્સો પકડાયા

સુરેશ, મુસ્તાક, ઝૂબેર, ઇસ્માઇલ, રફીક, ચંદ્રેશ, ફિરોઝ અને મોહસીનની ધરપકડ

રાજકોટ તા. ૬ :.. મોચી બજાર મેઇન રોડ પર ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા આઠ શખ્સોને પકડી લીધા હતાં. મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ અમૃતભાઇ મકવાણા સહિતે બાતમીના આધારે દરોડો પાડી મોચી બજાર મેઇનરોડ રમેશ ટ્રેડીંગ નામની દુકાનના શટર પાસે દરોડો પાડી મોચી બજાર ખાડામાં રહેતા સુરેશ રામચંદ્રભાઇ ચૌહાણ (ઉ.પ૩),  મુસ્તાક સુમારભાઇ શેખ (ઉ.પ૪), ભગવતીપરાનો ઝૂબેર અનવરભઇ ચૌહાણ (ઉ.૧૮), મોચી બજાર ખાડામાં રહેતો ઇસ્માઇલ આમદભાઇ માંડલીયા (ઉ.પ૦), રફીક ગનીભઇા જસરાયા (ઉ.પ૧), ફીરોઝ જીવાભાઇ ચૌહાણ (ઉ.૩૮), ગાંધીગ્રામ મોચીનગરનો ચંદ્રેશ જગદીશભાઇ પાઉં (ઉ.૩૦) અને રૂખડીયા કોલોનીનો મોહસીન અલ્લારખાભાઇ શેખ (ઉ.૩ર) ને ઘોડીપાસાનો જૂગાર રમતા પકડી લઇ રૂ. રપ,૩૦૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:40 pm IST)