Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

આકાર કોમ્પ્લેક્ષની ૩ દુકાનોની હરરાજીમાંં કોઇ ફરકયુ નહીઃ જગ્યા રોકાણે કબ્જો લીધો

કડક વેરા વસુલાત ઝૂંબેશઃ ૩ નળ કનેકશન કટ્ટ : દુકાનોની હરરાજી

રાજકોટ તા. ૬ : મ્યુ.કોર્પોરેશન દ્વારા બાકી વેરો વસુલવા હાથ ધરાયેલ ઝૂંબેશ અંતર્ગત આજથી મિલ્કતોની હરરાજીનો દોર શરૂ થયોછે. જે અંતર્ગત આજે રજપુતપરામાં આકાર કોમ્પ્લેક્ષમાં ૩ દુકાનોની હરરાજી થયેલ પરંતુ કોઇએ હરરાજીમાં ભાગ નહી લેતા અંગે નિયમ મુજબ આ બંનેદુકાનોનો કબ્જો જગ્યા રોકાણ વિભાગને સોંપી દેવાયેલ.

આ અંગે વેરા વિભાગની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ રજપુતપરામાં આવેલ આકાર કોમ્પ્લેક્ષ મધુબેન પ્રાણલાલ દેસાઇની ડિઝાઇન પ્રા.લી. દુકાન નં. ૩,૪,પ નો કુલ ૩૦૪૯૯૪ લાખનો બાકી વેરો વસુલવા સવારે ૧૧-૩૦ વાગ્યે હરરાજી રાખવામાંં આવી હતી પરંતુ કોઇ લેવાલ નહી હોવાથી બી.પી.એસ.સી એકટની જોગવાઇ મુજબ ત્રણેય દુકાનોનો કબ્જો જગ્યા રોકાણ વિભાગને સુપ્રત કરાયો હતો.

આ ઉપરાંત વોર્ડ નં. ૧૩માં આંબેડકરનગર શેરી નં.૧૦મા રતનબેન મકવાણાનો રૂ.૩,૮૦૩૦ નો બાકી વેરો વસુલવા તેઓનું નળ કનેકશન કાપી નાખ્યું હતું.

તેવીજ રીતે આંબેડકર નગર શેરી નં.૧૦મા૦ હિતેશભાઇ વાઘેલાનો રૂ. ૩૭,૯૯પનો બાકી વેરો વસુલવા નળ કનેકશન કાપવા કાર્યવાહી હાથ ધરતા તેઓએ ચેક દ્વારા વેરો ભર્યો હતો.

ઉપરોકત કામગીરી આસી.મેનેજર રાજીવ ગામેતી વોર્ડ ઓફીસર આરતીબેન નિબાર્ક ફાલ્ગુનીબેન કલ્યાણી ટેકસ ઇન્સપેકટર કમલેશભાઇ ઠાકર, ભરતભાઇ પીઠડીયા તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી.કમિશનર કગથરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

(3:38 pm IST)