Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

રાજકોટમાં સુપર મોમ કોમ્પીટીશનઃ માતાઓ રજુ કરશે કલા- કૌશલ્ય

વી કેન ગ્રુપ દ્વારા માર્ચમાં આયોજનઃ મિસીસ ગુજરાત નિયા સીંગ આવશે : હેલ્ધી મોમ- કિચન મોમ- વેલગ્રુમ મોમ એમ ત્રણ કેટેગરીમાં યોજાશે સ્પર્ધાઃ વિજેતાઓને ઈનામો અપાશે

રાજકોટ,તા.૬: વી કેન ગ્રુપ દ્વારા એક અનોખુ આયોજન કરવામાં આવ્યું છે. માતાઓ માટે સ્પર્ધા રાખવામાં આવી છે. ત્રણ કેટેગરીમાં સ્પર્ધા યોજાશે. આ તકે મિસીસ ગુજરાત નિયા સીંગ આવનાર છે. માર્ચમાં આ સ્પર્ધા યોજાનાર છે. તેમ વી કેન ગ્રુપના ડો.પીનાબેન કોટક અને તૃપ્તીબેન રાજાએ જણાવ્યું હતું.

વી કેન ગ્રુપ દ્વારા અવાર-નવાર અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં માર્ચમાં મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે માતાઓ માટે 'રાજકોટ સુપર મોમ' સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાનો મુખ્ય હેતુ માતાઓ પોતાના સ્વસ્થ્ય અંગે સજાગ બને સાથે પોતાના ટેલેન્ટને રજૂ કરવાની તક આપે છે.

સ્પર્ધા ત્રણ કેટેગરીમાં આયોજીત છે. (૧) હેલ્ધી મોમ, (૨) કિચન મોમ, (૩) વેલ ગ્રુમ એમ  રાજકોટ સુપર મોમ શો ખિતાબ જીતવા ત્રણેયમાં ભાગ લેવો જરૂરી છે. માતાઓની સ્વાસ્થ્યની તપાસ માટે મહિલા તબીબોની ટીમમાં સતનામ હોસ્પિટલના ડો.બીના ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિવિધ મહિલા તબીબો સેવા આપશે. કિચન કિવન કેટેગરીમાં અમદાવાદના કિચન કિવન શ્રીમતી હર્ષાબેન પટેલ સાથે તેમની ટીમ સેવા આપશે. સાથે વેલગ્રુમ કેટેગરી માટે ફેશન શો ક્ષેત્રના હર્ષ મોટવાની માતાઓને તાલીમ આપશે.

કાર્યક્રમને સફળ બનાવવા વી કેન ગ્રુપના ડો.પીના કોટક, તૃપ્તિબેન રાજા, ડો.બીના ત્રિવેદી, મહિલા અગ્રણી દેવાંગીબેન ખોખાણી, રઘુવંશી પરિવાર મહિલા સમિતીના પ્રમુખ પ્રિતીબેન પાઉં, પારૂલબેન, જોબનપુત્રા, રાજકોટ સમસ્ત બ્રહ્મ ક્ષત્રિય સમાજના પ્રમુખ ઉષાબેન સોનેજી, બિંદુબેન ગાંધી, હેલ્વિંગ કેન્ડસ એન.જી.ઓના, નીનાબેન વજીર, ગીંતાજલી સ્કુલના ડાયરેકટર જસ્મીન જાની, અવનીબેન, જયગુરૂદેવ મંડળના શોભનાબેન બાટવીયા, રેખાબેન, ગાર્ગીબેન શર્મા, લીનાબેન રૂપાણી, મયુરીબેન, સખીમંડળના રંજનબેન કોટક, પૂનમબેન ગજજર તેમજ કલીકવિંગ્ઝ મીડિયા ડોટકોમ પ્રા.લી.ના ઈવેન્ટ મેનેજમન્ટના રોનકભાઇ વખારીયા અને અરવિંદભાઇ નાયર જહેમત ઉઠાવી રહયા છે. આ અંગે વધુ માહિતી મો.૮૪૦૧૮ ૯૭૬૦૬ / ૭૩૮૩૮ ૨૫૦૫૦ ઉપર યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૩૦.૮)

(3:36 pm IST)