Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

રામનાથપરામાં હઝરત પયંગમ્બર સાહેબની વિવિધ વસ્તુઓની આવતીકાલે જીયારત

હઝરત મહંમદ પયંગમ્બર સાહેબ, હઝરત ઇમામ હુસેન (રદી), મોટાપીર અને ખ્વાજા ગરીબે નવાઝના તબરૂકાત તુર્કીથી લવાયા

રાજકોટ તા.૬ : શહેરના રામનાથપરા ખાતે આવતીકાલે હઝરત પયંગમ્બર સાહેબ અને ચાર ખલીફાના તબૂર્રૃકાત (વિવિધ વસ્તુઓ)ની ઝીયારત રાખવામાં આવેલ છે.સુન્ની મુસ્લિમ હાલાઇ ઘાંચી જમાત, ગામડીયા સિપાહી જમાત અને અઝમલે રઝા વકફ ટ્રસ્ટના ઉપક્રમે સૈયદ હાજી બરકત શાહબાપુ કાદરીના પ્રમુખ સ્થાને આ આયોજન કરવામાં આવ્યુ છે. આ આયોજન રામનાથપરા-૧ર, ઘાંચી જમાત ખાના ખાતે કરવામાં આવ્યુ છે. જેમાં બહેનો માટે સવારે ૧૧ થી ર સુધી અને ભાઇઓ માટે બપોરે ર થી ૬ સુધી હઝરત મહંમદ પયંગમ્બર સાહેબ તથા ઇમામ હસન (રદી) તથા ઇમામે હુસેન (રદી) તથા હઝરત મોટાપીર અને હઝરત ખ્વાજા ગરીબે નવાઝના તબુરૂકાત (વિવિત વસ્તુઓ) જે તુર્કીથી લાવવામાં આવેલ છે. તેની ઝીયારત કરાવવામાં આવશે. આ તબર્રૃકાવત ઝીયારત કરવા માટે દરેક ભાઇ તથા બહેનોએ વઝુ કરીને આવવા યાદીમાં જણાવાયુ છે.(૩-૧)

(11:49 am IST)