Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

મોટામવા વિસ્તારમાં એક મહિનાથી પાણી પ્રશ્ને લોકો હેરાન-પરેશાન

ટેન્કરો પણ નિયમીત નથી આવતા

રાજકોટ, તા. ૬ :. શહેરના મોટામવા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણીની ભયંકર મુશ્કેલી છે. આ બાબતે અનેક રજૂૂઆતો કરવા છતાં પાણીની સમસ્યા યથાવત છે.

આ અંગે લતાવાસીઓમાં ઉઠવા પામેલ ફરીયાદ મુજબ મોટામવાના મ્યુ. કોર્પોરેશનની હદમાં ભેળવાયેલ વિસ્તારમાં છેલ્લા ૧ મહિનાથી અત્યંત ઓછુ પાણી મળે છે. અનેક વિસ્તારોમાં તો નળ સુધી પાણી પહોંચતુ નથી.

જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણીની લાઈન નથી. તંત્ર દ્વારા પાણીના ટેન્કરો મોકલવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ તે પણ અનિયમીત છે ત્યારે પાણીની આ મુશ્કેલી વહેલી તકે દૂર કરવા ઉગ્ર માંગ લતાવાસીઓમાં ઉઠવા પામી છે.

(4:06 pm IST)