Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

રાજકોટ પૂરવઠાની જબરી કામગીરી : ર૯ હજાર બીપીએલ કાર્ડ હોલ્ડરોને ''NFSA'' માં આવરી લીધા : સરકાર ''BPL'' કેટેગરી ટુંકમાં બંધ કરશે

રાજકોટ શહેર-જિલ્લામાં હાલ એક પણ BPL કાર્ડ હોલ્ડર નથી : અંત્યોદયમાં રર હજારથી વધુ કાર્ડ ધારકો : નેશનલ ફૂડ સિકયુરીટીમાં આવરી લેવાતા ઘઉં-ચોખા-ખાંડ-મીઠુ કેરોસીનનો લાભ મળશે

રાજકોટ તા. ૬ :.. તાજેતરમાં રાજય સરકારે દરેક જીલ્લા પુરવઠા તંત્રને બીપીએલ કાર્ડ હોલ્ડર હોય અને દર મહિને ખરેખર પુરવઠો મેળવતા હોય, તેની ખરાઇ કરી આ લોકોને 'NSFA' યોજનામાં આવરી લેવા સુચના આપી હતી. 

પરીણામે જીલ્લા પુરવઠા અધિકારી શ્રી પૂજા બાવડાની સુચના બાદ તેમની ટીમે બીપીએલ કાર્ડ હોલ્ડરોનો સર્વે હાથ ધરી. છેલ્લા એક મહિનાની કવાયત દરમિયાન શહેર - જીલ્લાના ર૯ હજાર બીપીએલ કાર્ડ હોલ્ડરોને ે 'NSFA'  યોજનામાં સમાવી લેતા શહેર-જીલ્લામાં હાલ બીપીએલ કાર્ડ ધરાવતા કાર્ડ હોલ્ડરોની સંખ્યા ઝીરો લેવલે પહોંચી ગઇ છે, પુરવઠાના જવાબદાર અધિકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે હવે શહેર - જીલ્લામાં હાલ એક પણ બીપીએલ કાર્ડ હોલ્ડર નથી, ર૯ હજાર કાર્ડ હોલ્ડરોને ે 'NSFA'  આવરી લેવાયા છે, આ લોકોને હવે ખાંડ-મીઠુ-કેરોસીન સાથે ઘઉં-ચોખાનો પણ લાભ મળશે.

અત્રે એ નોંધનીય છે કે રાજયનું પુરવઠા ખાતુ ટૂંક સમયમાં જ રાજયભરમાંથી 'બીપીએલ' કેટેગરી બંધ કરવાની તૈયારીમાં છે, અને આ બાબતની ગમે ત્યારે જાહેરાત થશે.

સાધનોએ જણાવ્યું હતું કે બીપીએલ કાર્ડ હોલ્ડરો કે જે ે NSFA યોજનામાં સામેલ છે હવે તેવા કુલ ૭૯,૯૦૦ થયા છે, જયારે અત્યોદય કાર્ડ હોલ્ડરો રર૬૦૯ છે, આ કાર્ડ હોલ્ડરો પણ  NSFA માં સામેલ છે, આ લોકોને તમામ વસ્તુ મળશે.

સાધનોએ વિગતો આપતા જણાવેલ કે હાલ ે NSFA માં આવતા એપીએલ-૧ કાર્ડ ધારકો ૧ લાખ ૭૩ હજાર ૩૬૧ તો એપીએલ-ર કાર્ડ હોલ્ડરો ર૩૮ છે, આ બંને પ્રકારના કાર્ડ હોલ્ડરોને માત્ર ઘઉં-ચોખા જ ઉપલબ્ધ થશે.

રાજકોટ શહેર-જીલ્લામાં કુલ ૪ કેટેગરી પ્રકારના કુલ ર લાખ ૭૬ હજાર ૧૦૮ કાર્ડ હોલ્ડરો છે, અને તેની જન સંખ્યા ૯ લાખ ૮૦ હજાર ઉપર થવા જાય છે.

NFSAયોજના હેઠળ કુલ કઇ કેટેગરીમાં કેટલા કાર્ડ હોલ્ડરો

કેટેગરી

કાર્ર્ડ હોલ્ડર

મળવા પાત્ર વસ્તું

એપીએલ-૧

૧૭૩,૩૬૧

ઘઉં-ચોખા

એપીએલ-ર

ર૩૮

ઘઉં-ચોખા

બીપીએલ

૭૯,૯૦૦

ઘઉં-ચોખા ખાંડ-મીઠુ-કેરોસીન

અંત્યોદય

રર૬૦૯

ઘઉં-ચોખા ખાંડ-મીઠુ-કેરોસીન

કુલ કાર્ડ ડિલ્ડર

ર૭૬૧૦૮

રાજકોટ શહેર-જિલ્લામાં કેરોસીનનો દર મહિને ઉપાડ ઘટતો જાય છે

રાજકોટ, તા. ૬ :. જીલ્લા પુરવઠા તંત્રના જણાવ્યા મુજબ રાજકોટ શહેર-જીલ્લામાં દર મહિને બીપીએલ-અત્યોંદય કાર્ડ હોલ્ડરોને અપાતા કેરોસીનનો ઉપાડ ઘટતો જાય છે. દર મહિને સરેરાશ ૨ થી ૩ કિલોલીટર આગળના મહિનાના વપરાશ મુજબ ઓછુ આવી રહ્યુ છે.

વિગતો મુજબ ગયા ડીસેમ્બરમાં ૩૭૧ કિલોલીટર કેરોસીનની ફાળવણી થઈ હતી, તે જાન્યુઆરીમાં ૩૬૯ કિલોલીટર થઈ છે. પુરવઠા તંત્ર દર મહિને ૫૪૪૪૩ જેટલા કાર્ડધારકોને કાર્ડના નક્કી થયેલા પ્રમાણ મુજબ કેરોસીનનું વિતરણ કરી રહ્યુ છે.

કલેકટરના બોર્ડમાં આજે ૧૦ કેસ

રાજકોટ, તા. ૬ :. આજે રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહનનું મહેસુલ-અપીલના કેસોનું બોર્ડ બપોરે ૧૨ વાગ્યાથી શરૂ થયુ છે. જેમાં કુલ ૧૦ કેસ મુકાયા છે. જેમાં ૮ અંગે સુનાવણી તો ૨ કેસ અંગે ચુકાદા અપાશે. આજે બપોર બાદ બીનખેતી ઓપન હાઉસ નહીં હોવાનું ઉમેરાયુ હતું.

(4:06 pm IST)