Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

રૂડાના ૩ બીએચકે ૧૬૬ ફલેટ માટે ૩૪૩ ફોર્મ ઉપડયાઃ ડિસેમ્બરમાં આવાસો તૈયાર થશે

કાલાવડ રોડ, ઇસ્કોન મંદિર પાસે નિર્માણ પામનાર ફલેટના ફોર્મ ૧૬ જાન્યુઆરી સુધી પરત કરી શકાશે

રાજકોટ, તા., ૬: રૂડા દ્વારા ઇસ્કોન મંદીર કાલાવડ રોડ પર ટીપી ૦૯, ફા.પ્લોટ ર૦ એ ખાતે આર્થીક રીતે મધ્યમ વર્ગના લોકો માટે એમ.આઇ.જી. એટલે ૩ બીએચકે કક્ષાના કુલ ૧૯ર આવાસ માટે વિશાળકાય ચાર ઇમારતોનું બાંધકામ ડીસેમ્બર ર૦ર૧ સુધીમાં પુરૂ થવાની શકયતા તંત્ર દ્વારા દર્શાવવામાં આવી છે.

આ અંગે રૂડાની સતાવાર યાદીમાં જણાવ્યું હતુ કે ૩ બીએચકે ૬૪પ ચો.ફુટ કારપેટ એરીયાનું બાંધકામ ભુકંપ પ્રતિરોધક સ્ટ્રકચર્સ સાથે આપવામાં આવશે. આવાસાોના ફલોરીંગ વોલ ટાઇલ્સ વરમોરા કંપનીની ઇલેકટ્રીક વાયરીંગ અને ફીટીંગ હેવેલ્સ કંપનીનું, લીફટ એક્ષપ્રેસ કંપનીની, ચાઇના મોઝેકનું છત પર વોટર પ્રુફીંગ, ગ્રીન મારબલના રસોડામાં ઉભા પ્લેટફોર્મ એનોડાઇઝ કોટીંગ સાથે એલ્યુમીનીયમની બારી ગ્રીલ, બાલ્કની ટીવી ડીશ કનેકશન વાયરીંગ સાથે આ આવાસો બનાવવામાં આવી રહયા છે.

આ ઇમારતોના પ્રાંગણમાં ફાયર સેફટીની વ્યવસ્થા, પીવાના પાણી અને ગટર વ્યવસ્થા, વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ, વિશાળ વાહન પાર્કિંગ, બગીચા, કોમર્શીયલ કોમ્પ્લેક્ષની સુવિધા ઉપલબ્ધ થશે. આમ, બજારમાં અંદાજે ૪પ થી પ૦ લાખમાં ઉપલબ્ધ થતા ફલેટ રૂડા દ્વારા ર૪,૦૦૦ લાખની કિંમતમાં જ લોકો માટે ઉપલબ્ધ બનશે.

હાલ ૧૬૧ આવાસોની બાકી રહેતી ફાળવણી માટે અરજી ફોર્મ માંગવામાં આવેલ છે. અરજી ફોર્મ ત્રણ બેન્કની ૩૮ લાખનો અને રૂડા કચેરી સહિત કુલ ૩૯ સ્થળથી ફોર્મ વેચાણ તા. ૧૬ જાન્યુ. સુધી ચાલુ છે. આ આવાસો માટે તા. પ જાન્યુ. સુધીમાં કુલ ૩૪૩ ફોર્મનું વેચાણ થયેલ છે. તો લોકોને વહેલી તકે ફોર્મ જમા કરાવીને લાભ લેવા રૂડાના ચેરમેનશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

(3:59 pm IST)