Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

રાજકોટ-સિકંદરાબાદ ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેન ૧ એપ્રિલ સુધી લંબાવાઇ

રાજકોટઃ યાત્રીકોની સુવિધા માટે રાજકોટ-સિકંદરાબાદ વચ્ચે ચાલતી ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેન ૧ એપ્રિલ-૨૦૨૧ સુધી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવીઝનના સિનીયર ડીસીએમ અભિનવ જૈસે જણાવ્યું હતું કે ટ્રેન નં. ૦૨૭૫૫ રાજકોટ-સિકંદરાબાદ દરેક સોમવારે, બુધવારે અને ગુરૂવારે રાજકોટથી ૫:૩૦ વાગ્યે ઉપડી બીજે દિવસે ૮:૧૦ કલાકે સિકંદરાબાદ પહોંચશે. આ ટ્રેન ૨૧ જાન્યુઆરીથી ૧ એપ્રિલ સુધી દોડાવાશે. આવી જ રીતે ટ્રેન નં. ૦૨૭૫૬ સિકંદરાબાદ-રાજકોટ વિશેષ ટ્રેન દર સોમ, મંગળ અને શનિવારે સિકંદરાબાદથી બપોરે ૩:૦૦ વાગ્યે ઉપડી બીજા દિવસે સાંજે ૫:૫૦ કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, વસઇ રોડ, ભીવંડી રોડ, કલ્યાણ, લોનાવાલા, પુના, સોલાપુર, કલબુરગી, વાડી, સિતાપુર, તેરમ, તાંડુર અને બેગમપેટ સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેનમાં એસી ટુ ટાયર, એસી થ્રીટાયર, સ્લીપીંગ અને સેકન્ડ કલાસ સીટીંગના ડબ્બા જોડાશે.

(3:58 pm IST)