Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

રૈયા સ્માર્ટ સિટીના ૧૧૪૪ આદ્યુનિક ફલેટ માટે કાલથી ફોર્મનું વિતરણ

૪૦ ચો.મી. કાર્પેટ એરિયામાં ૨ BHK આવાસ બનશે : મ.ન.પા.ના ૬ સિવિક સેન્ટર, ICICI બેન્કની શાખાઓ પરથી તા. ૨૨ જાન્યુઆરી સુધીમાં મેળવી -પરત આપી શકાશે : ઉદિત અગ્રવાલની સત્તાવાર જાહેરાત

રાજકોટ,તા. ૬: રૈયા સ્માર્ટ સિટી એરિયામાં રૈયાધાર STPની સામે, પરશુરામ મંદિર પાસે, રૈયા રોડ ખાતે નિર્માણ પામનાર, રાજકોટ મહાનગરપાલિકાના GHTC-૧ (લાઈટ હાઉસ પ્રોજેકટ)ના ૧૧૪૪ આવાસો માટે તા. ૦૭ જાન્યુઆરી થી તા. ૨૨ જાન્યુઆરી સુધી ફોર્મ વિતરણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના છ (૬) સિટી સિવિક સેન્ટર અને ICICI બેન્કની શાખાઓ પરથી ફોર્મ મેળવી-પરત કરવાની સુવિધા લોકોને પ્રાપ્ત થશે તેમ મ્યુનિ. કમિશનશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રાજયના  મુખ્યમંત્ર વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં દેશના  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જેનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું તે લાઈટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત નવીનતમ ટેકનોલોજી દ્વારા આર્થિક રીતે નબળા લોકો (EWS-2) લોકો માટે કુલ ૧૧૪૪ આવાસ માટે જે કુટુંબની વાર્ષિક આવક ૩ લાખ સુધીની હોય તેવા લોકો આ આવાસનો લાભ લઇ શકશે. આ આવાસ માટેના ફોર્મની કિમત રૂ. ૧૦૦/- રહેશે. ફોર્મની સાથે આવાસની માહિતી પુસ્તિકા પણ મળશે.

આ આવાસ યોજનામાં એક આવાસનો લધુતમ કારપેટ એરિયા અંદાજિત ૪૦.૦૦ ચો.મી. રહેશે. જેમાં એક રૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોઇલેટની સુવિધા આપવામાં આવશે. આ આવાસની તથા આવાસના સ્થળની ફાળવણી કોમ્પ્યુટરાઈઝડ ડ્રો દ્વારા થશે. સિટી સિવિક સેન્ટર પરથી ઓફીસ સમય દરમ્યાન ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આવાસ યોજનાના ફોર્મમાં જરૂરી માહિતી ભરીને તારીખઃ ૨૨ જાન્યુઆરી સુધીમાં નાગરિકોએ ફોર્મ પરત કરવાના રહેશે. મૂદત વિત્યા પછી નાગરિકોના ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ, તેથી જાહેર જનતાને અપીલ કે સમયસર ફોર્મ ભરીને સિવિક સેન્ટર અને ICICI બેંકમાં પરત કરી આપે.

યોજનાની મુખ્ય વિશેષતાઓ

*નવીનતમ ટેકનોલોજી દ્વારા મોનોલીથીક આર.સી.સી. બાંધકામ

*આકર્ષક એલીવેશન

*ભુકંપ પ્રતિરોધક બાંધકામ

*વીટ્રીફાઇડ ટાઇલ્સ ફલોરીંગ

*કેમ્પસમાં રસ્તા, ગટર, પાણી, રેઇન વોટર હાર્વેસ્ટીંગની વ્યવસ્થા

*પાર્કિંગમાં તેમજ અન્ય જરૂરી જગ્યાએ પેવર બ્લોકનું પેવિંગ

*કમ્પાઉન્ડ વોલ, લેન્ડ સ્કેપીંગ, સાઇટ ડેવલોપમેન્ટની વ્યવસ્થા

*સ્ટાન્ડર્ડ કંપનીની લીફટની સગવડ

*ગાર્ડન અને બાલક્રિંડાગણ

*આવાસ યોજના કેમ્પસમાં કોમ્યુનીટી હોલની સુવિધા

*આંગણવાડીની સુવિધા

*ટોઇલેટ, બાથરૂમ, કિચનમાં લીન્ટસ સુધી ગ્લેઝ ટાઇલ્સ

*કિચનમાં ગ્રેનાઇટ પ્લેટફોર્મ, નીચે કબબોર્ડની સુવિધા સાથે

*UPVC સેકશન ગ્લાસ વિન્ડો, મચ્છર જાળી સાથે

*મુખ્ય દરવાજા, સ્ટાન્ડર્ડ કંપનીના ફલશડોર, સેફટીડોર મચ્છર જાળી સાથે

* પ્યોરી ફાયર, ગીઝરના પોઇન્ડની સુવિધા

મહાનગરપાલિકાના છ સિટી સિવિક સેન્ટરના સરનામાં

*સેન્ટ્રલ ઝોન કચેરી, ઢેબર રોડ

* વેસ્ટ ઝોન કચરી, બિગ બજાર પાછળ, ૧૫૦ રીંગ રોડ

*ઈસ્ટ ઝોન કચરી, ભાવનગર રોડ    

*અમીન માર્ગ

*કૃષ્ણનગર

*દેવપરા, કોઠારીયા રોડ

(3:08 pm IST)