Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

રાજકોટ - શહેર - જીલ્લાના ૧૮ સરકારી વકીલોને ગુજરાત સરકાર દ્વારા બે વર્ષનું એકસ્ટેન્શન અપાયું

રાજકોટ તા. ૬: રાજય સરકારનાં કાયદા વિભાગે રાજકોટ શહેર-જિલ્લામાં સરકારી વકિલ તરીકે ફરજ બજાવતી ૧૮ વકિલોને આગામી બે વર્ષ માટે ફરી સરકારી વકિલ તરીકેની નિમણુંક કરાઇ છે.

૧૯૭૩નાં ફોજદારી અધિનિયમની કલમ ર૪(૩) અને કાયદા અધિકારીનાં સંચાલન નિયમો ર૦૦૧નાં નિયમ-૬(૧) થી મળેલી સત્તા અંતર્ગત કાયદા અધિકારીઓની રાજકોટ શહેર અને જિલ્લાની અદાલતોમાં મદદનીસ સરકારી વકિલ તરીકે હાલનાં ૧૮ વકિલોને આગામી તા. ૩૧-૧ર-ર૦રર સુધીની મુદત લંબાવવામાં આવી છે.

જેમાં બિનલબેન અશોકકુમાર રવેશીયા, સ્મિતાબેન એન. અત્રી, સમીર એમ. ખીરા, કમલેશ ભીખુભાઇ ડોડીયા, મુકેશ જી. પીપળીયા, રક્ષિત વી. કલોલા, અતુલ એચ. જોષી, અનિલ એસ. ગોગીયા, દિલીપ એમ. મહેતા, મહેશ એસ. જોષી, આબીદ એ. સોશન, પ્રશાંત કે. પટેલ, તરૂણ એસ. માથુર, પરાગ એન. શાહ, જન્મેજયસિંહ ડી. ચાવડા, ઘનશ્યામ કે. ડોબરીયા, કેતન એ. પંડયા અને કાર્તિકેય એમ. પંડયાનો સમાવેશ થાય છે.

(3:03 pm IST)