Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વિંછીયાના કોળી સમાજના બે જુથો વચ્ચે થયેલ મારામારી- હત્યા કેસમાં આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા. ૬ : વિંછીયામાં કોળી સમાજના બે જુથો વચ્ચે મારમારી અને ખુનના ગુના સબબ વિંછીયા પો. સ્ટે.માં તા. ૧૦-૧૦-ર૦૧૯ના રોજ ઇ.પી.કો. કલમ ૩૦ર, ૩૦૭ તેમજ ૧૧૪ વિગેરે મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી.  ત્યારબાદ આ કેસની આરોપીએ જામીન મુકત થવા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરતા હાઇકોર્ટએ જામીન અરજી મંજુર કરેલ હતા.

આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે આ કામના ફરીયાદી પ્રગજીભાઇ સગરામભાઇ વાલાણીના મોટાભાઇની દિકરી અને હાલના કામના આરોપી પ્રકાશભાઇ સાથે તેને પ્રેમ સંબંધ હોય તેમ છતાં ફરીયાદીના મોટાભાઇની દિકરીની અન્યત્ર સગાઇ કરી દેવામાં આવેલ હોય જેથી આરોપીઓએ આ દિકરાના સસરા પક્ષના લોકોને ફોન કરી બંનેના પ્રેમ સંબંધની જાણકારી દીધેલ હોય જે સંબંધે બંને પક્ષઓમાં માથાકુટ થયેલ. હોય વિંછીયાની મુખ્ય બજારમાં બંને પક્ષના લોકો મોટાભાઇ હેમુભાઇ સગરામભાઇ વાલાણીને માથાના ભાગે ઇજા થતા સારવાર દરમિયાન તેમનુ઼ મોત નિપજેલ હતું અને જે સબબ ખુનના ગુનામાં આરોપીની ધરપકડ કરવમાં આવેલ હતી અને વિંછીયાના જયુ. મેજી. સાહેબ સમક્ષ રજૂ કયા બાદ જયુડીસ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો. ત્યારબાદ આ કામે ચાર્જશીટ થઇ જતા આરોપી મુકેશભાઇ ઉર્ફે બળદ કેશાભાઇ ડાભીએ પોતાના એડવોકટ શ્રી મારફત જામીન મુકત થવા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરેલ હતી. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટ શ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે જરૂરી ચુકાદાઓને ધ્યાનમાં રાખી ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપીને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ સાહિસ્તાબેન એસ. ખોખર, રણજીત એમ. પટગીર તેમજ જુનાગઢના એડવોકેટ ડી.એન. અપારનાથી અને ગુજરાત હાઇકોર્ટમાં હરેશભાઇ એન. જોષી રોકાયેલ હતા.

(3:02 pm IST)