Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ચૂનારાવાડ ચોક પાસેથી ચાઇનીઝ દોરીની ૨૯ ફીરકી સાથે ગોપાલ ઉધરેજીયા પકડાયો

રાજકોટ,તા. ૬: શહેરના ચુનારાવાડ ચોક પાસે થોરાળા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે ચાઇનીઝ દોરીનું વેચાણ કરનારા શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એચ.બી. વડાવીયા, કોન્સ. કિશોરભાઇ પરમાર, રવિભાઇ ગઢવી તથા ટ્રાફીક વોર્ડન રાહુલભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે કોન્સ. રવિભાઇ, કિશોરભાઇ અને રાહુલભાઇને મળેલી બાતમીના આધારે ચુનારાવાડ ચોક પાસેથી એક પ્લાસ્ટીકના કોથળામાં ચાઇનીઝ દોરીની રૂ. ૫૮૦૦ની કિંમતની ૨૯ ફીરકી સાથે ગોપાલ બેજુભાઇ ઉધરેજીયા (ઉવ. ૨૪) (રહે. ખોડીયાર પરા શેરી નં. ૩૫)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:02 pm IST)