Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

હથિયાર સપ્લાઇ કરવાના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૬: હથિયાર સપ્લાય કરવાના ગુન્હામાં સંડોવાયેલ શખ્સનો જામીન ઉપર કોર્ટે છૂટકારો ફરમાવેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે, ડીસીબી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી. એમ. ધાખડા એ ડીસીબી પોલીસ સ્ટેશન ગુન્હાથી આમર્સ એકટની કલમ રપ (૧-બી) એ મુજબ ગુન્હો નોંધેલ. જેમાં આરોપી ભરત રઘુભાઇ કુગશીયાને દેશી બનાવટની પીસ્તોલ સાથે પકડેલ હોય તેની પુછપરછમાં તેણે ઉપરોકત હથિયાર આરોપી ફીરોઝ કાસમભાઇ હાલા, રહે. ગામ ચોબારી, તા. જિ. જૂનાગઢ સીટી બી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજી. નં. ૧૩૮/૧૬ ના આઇપીસી કલમ ૩૦ર ના કામે જૂનાગઢ જેલમાં હોય તેની પાસેથી લીધેલ હોવાનું જણાવેલ હતું.

ત્યારબાદ ઉપરોકત હથિયારના ગુન્હામાં તેની ધરપકડ કરી કોર્ટ હવાલે કરેલ. જે અનુસંધાને તેણે પોતાના એડવોકેટ અમીત એન. જનાણી મારફતે રાજકોટની ચીફ જયુ. મેજી. સાહેબની કોર્ટમાં જામીન અરજી કરેલ. જેમાં રસકારી વકીલશ્રીએ હાલના ગુન્હામાં તેનો રોલ જોતા જામીન અરજી રદ કરવા દલીલ કરેલ. તેમજ હાલની આ મહામારીના સમયમાં જે જામીન એ નિયમ અને જેલ એ અપવાદના સિધ્ધાંતને ધ્યાનમાં રાખીએ તો પણ તેનો જામીન માટેનો પ્રથમ દર્શનીય કેસ છે.

ઉપરોકત દલીલોને ધ્યાને લઇ કોર્ટે ફીરોજ ઉર્ફે લાલો કાસમભાઇ હાલાને શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ હતો. ઉપરોકત કામમાં અરજદાર વતી એડવોકેટ અમિત એન. જનાણી, જીતેન્દ્રસિંહ પરમાર, તથા ઇકબાલ થૈયમ રોકાયેલ હતા.

(3:01 pm IST)