Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ખેડુત ખાતેદારની ખરાઇ પ્રમાણપત્ર ઓનલાઇન કાર્યવાહી સરળ બનાવો

ખેડુત નેતા ચેતન રામાણીની મુખ્યમંત્રીને રજુઆત

રાજકોટ તા. ૬ : ખેડુતોને ખરાઇ પ્રમાણપત્ર ઓનલાઇન આપવાનું શરૂ કરાયુ છે. પરંતુ આ કાર્યવાહી ખુબ ખર્ચાળ અને મુશ્કેલરૂપ બનતી હોય પુનઃ વિચારણા કરવા ખેડુત નેતા અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચેતન રામાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.

તેઓએ જણાવ્યુ છે કે ઓનલાઇન કાર્યવાહીમાં ૨૫ જેટલા મુદ્દાઓનું સ્પષ્ટીકરણ માંગવુ પડે છે. રૂ.૨૦૦૦ જેવો ખર્ચ ખેડુતોએ આ પ્રમાણપત્ર મેળવવામાં કરવો પડે છે. વળી રકમ ભરવા પણ સાઇબર કાફેમાં જવુ પડે છે. ભરેલ રૂ.૨૦૦૦ પણ રીફંડેબલ નથી.

ગુજરાતના ખેડુતોનો રેકર્ડ હવે ઓનલાઇન છે. ત્યારે ખેડુત પ્રમાણપત્રની જરૂર જ રહેતી નથી. જેથી સોગંદનામા સહીતની મુશ્કેલરૂપ કાર્યવાહીઓનું સરળીકરણ કરવા અને ૭/૧૨, ૮-અ થા ૬ નંબર રજયુ કર્ય જ ખરાઇનું પ્રમાણપત્ર મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવા પત્રના અંતમાં ચેતન રામાણીએ માંગણી ઉઠાવી છે.

(2:59 pm IST)