Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

રાજકોટમાં ૭પ હજાર સહિત સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની ૧.પ૦ લાખ ગુણીની ધીંગી આવકો

રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની આવકો બંધ કરાઇઃ ભાવ સ્થિર

રાજકોટ તા. ૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની ધીંગી આવકો ચાલુ છે આજે રાજકોટ યાર્ડમાં ૭પ હજાર સહિત સૌરાષ્ટ્રના યાર્ડોમાં ૧.પ૦ લાખ મગફળીની ગુણીની આવકો થઇ હતી.

રાજકોટ માર્કેટયાર્ડમાં આજે મગફળીની આવકો શરૂ કરાતા ફરીવાર યાર્ડમાં મગફળીના ઢગલે ઢગલા જોવા મળ્યા હતા. રાજકોટ યાર્ડમાં આજે ૭પ હજાર ગુણી મગફળીની આવકો થતા યાર્ડના સંચાલકો દ્વારા બીજી જાહેરાત ન કરાઇ ત્યાં સુધી મગફળીની આવકો બંધ થઇ કરાઇ છે.ગોંડલ યાર્ડમાં પ૦ હજાર સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ માર્કેટયાર્ડોમાં મગફળીની ૧.પ૦ લાખ ગુણીની આવકો થઇ છે.

પુષ્કળ આવકો છતા મગફળીના ભાવો સ્થિર રહ્યા હતા. રાજકોટ યાર્ડમાં મગફળી જીણી એક મણના ભાવ ૯પ૦ થી ૧૧૧પ તથા મગફળી જાડી એક મણના ભાવ ૯પ૦ થી ૧૧૧પ રહ્યા હતા.

ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે ચીન, ઇન્ડોનિશીયા તથા મલેશિયા દ્વારા મગફળીની મોટા પાયે ખરીદી કરાતા તેમજ બિયારણ માટે સારી મગફળીની ડિમાન્ડ રહેતા મગફળીના ભાવો ઉંચા રહ્યા છે. તેમ વેપારીઓએ જણાવ્યું હતું.

(12:54 pm IST)