Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

રવિવારે મૃત્યુ પામનાર પુત્રના વિયોગમાં માતાએ ઝેર પીધું

ઉદયનગરના ૬૫ વર્ષિય હંસાબેન ચોૈહાણ સારવાર હેઠળ

રાજકોટ તા. ૬: મવડી પ્લોટ ઉદયનગર-૧/૧૭માં સમોઝાદ સ્કૂલ પાસે રહેતાં દરજી વૃધ્ધા હંસાબેન દિપકભાઇ ચોૈહાણ (ઉ.વ.૬૫)એ વહેલી સવારે ઝેરી દવા પી લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડે માલવીયાનગર પોલીસને જાણ કરતાં એએસઆઇ ગીતાબેન પંડ્યા સહિતનો સ્ટાફ તપાસાર્થે પહોંચ્યો હતો.

હંસાબેનના સ્વજનોએ કહ્યું હતું કે તેમને બે દિકરા હતાં. જેમાં એક દિકરો વર્ષો પહેલા અવસાન પામ્યો હતો. જ્યારે બીજો દિકરો ધર્મેશભાઇ (ઉ.વ.૪૩)નું ગયા રવિવારે જ બિમારીથી અવસાન થયું હતું. પતિ પણ હયાત ન હોઇ એકનો એક આધાર દિકરો પણ ન રહેતાં તેના વિયોગમાં ઝેરી દવા પી લીધી હતી.

(12:52 pm IST)