Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

કેશોદથી રાજકોટ મજૂરીએ આવેલા શૈલેષ ચાંડપાએ એસિડ પી લીધું

આજીડેમ ચોકડીએ પગલુ ભર્યુઃ સારવાર હેઠળ

રાજકોટ તા. ૬: કેશોદ ઇન્દિરાનગરમાં રહેતાં શૈલેષ હસમુખભાઇ ચાંડપા (ઉ.વ.૩૪) નામના યુવાને આજીડેમ પાસે રવિવારી બજાર ભરાય છે ત્યાં એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

શૈલેષને સંતાનમાં બે પુત્રી છે. ચારેક દિવસથી તે સેન્ટીંગ કામની મજૂરીએ આવ્યો હતો. ગત સાંજે કોઇ કારણોસર એસિડ પી જતાં તેની પાસે ફુવાના ફોન નંબર હોઇ તેને જાણ થતાં હોસ્પિટલે ખસેડ્યો હતો. તે એસિડ પીવાથી બોલી શકતો ન હોઇ લખીને કહ્યું હતું કે-મારી ભુલ થઇ ગઇ છે, કોઇનો વાંક નથી. ઘરનાને હેરાન કરશો નહિ. પોલીસે તપાસ યથાવત રાખી છે.

(12:51 pm IST)