Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

'હું ડાલામથ્થો ગુજરાતી' : ગુજરાતીઓની છાતી ગજ ગજ ફુલે તેવું પાનો ચડાવતુ ગીત

સાંઇરામ દવે અને દેવ ભટ્ટની જોડીએ કર્યુ સ્વરબધ્ધ : વર્ચ્યુઅલ વર્લ્ડ પર ધુમ : દિગ્દર્શન પ્રીત ગોસ્વામીનું

રાજકોટ તા. ૬ : વર્ચ્યુઅલ વર્લ્ડ પર ગુજરાતી ગીત 'હું ડાલામથ્થો ગુજરાતી' ભારે ધૂમ મચાવી રહ્યુ છે. ગુજરાતી પ્રજાની અસ્મિતાને ઉજાગર કરતુ આ ગીત રાજકોટના સુપ્રસિધ્ધ ગાયક સાંઇરામ દવે અને દેવભટ્ટની જોડીએ સ્વરબધ્ધ કર્યુ છે.

ઘણા બધા ગુજરાતી ગીતો પર કલમ અજમાવી ચુકેલ હાસ્યકલાકાર કમ કવિ સાંઇરામ દવેએ ખુદે જ ગીત લખ્યુ છે. જયારે કમ્પોઝીશન દેવ ભટ્ટે સંભાળ્યુ છે. ગીતનું દિગ્દર્શન પ્રીત ગોસ્વામીએ કર્યુ છે. ગીતના એક એક શબ્દ એવા પસંદ કરવામાં આવ્યા છે કે ગુજરાતી માત્રની છાતી ગજ ગજ ફુલી ઉઠે છે. પાનો ચડાવતા આ ગીતને યુ-ટયુબ પર સાંઇરામ દવે ઓફીશીયલ ચેનલ અને દેવ ભટ્ટ ઓફીશીયલ ચેનલ પર મુકવામાં આવ્યુ છે.

હાસ્યની દુનિયા ધમરોળતા સાંઇરામ દવે અને ભકિત ગીત, મંત્રોચ્ચાર પર સ્વરનો જાદુ પાથરનાર દેવ ભટ્ટની જોડીએ આ ગીતમાં ભારે જમાવટ કરી છે. મોહક દ્રશ્યો અને વેશભુષા પણ આકર્ષક જણાય છે.

 દેશ - વિદેશમાં વસતા ગુજરાતીઓના દિલ જીતી લેનાર આ ગીતે અતિ ટુંકાગાળામાં જબરી ખ્યાતી હાંસલ કરી લીધી છે.

(11:42 am IST)