Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

પતિએ આજે નહિ કાલે વાડીએ આવજે... કહેતાં માઠુ લાગ્યું: રૂપલબેન ડેરની ઝેર પી આત્મહત્યા

લાઠીના જરખીયાની પરિણિતાએ રાજકોટમાં દમ તોડ્યોઃ માસુમ પુત્ર મા વિહોણો થયો

રાજકોટ તા. ૬: લાઠીના જરખીયા ગામે રહેતી રૂપલબેન સતિષ ડેર (ઉ.વ.૩૦) નામની મહિલાએ ગત તા.૧/૧ના ઝેરી ટીકડી પી લેતાં અમરેલી, રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવ્યા બાદ સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ તેણીએ આજે વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે લાઠી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનારના માવતર બરવાળા ગામે રહે છે. તેણીના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર છે. પતિ સતિષભાઇ જેઠાભાઇ ડેર ખેતી કરી ગુજરાન ચલાવે છે. પરિવારજનોના કહેવા મુજબ રૂપલબેનને પતિ સાથે વાડીએ જવું હોઇ પણ પતિએ આજે નહિ, કાલે લઇ જઇશ તેમ કહેતાં તેણીને માઠુ લાગી જતાં ઝેરી ટીકડી પી લીધી હતી. લાઠી પોલીસે કારણ ખરેખર આવું જ છે કે કેમ? તે જાણવા વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:20 am IST)