Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

રાજકોટ મહાનગરપાલિકાના લાઈટ હાઉસ પ્રોજેક્ટના ૧૧૪૪ આવાસો માટે તા.૭ થી ફોર્મ વિતરણ શરૂ: મનપાના છ સિટી સિવિક સેન્ટર અને ICICI બેન્કની શાખાઓ પરથી તા. ૨૨ જાન્યુઆરી સુધીમાં ફોર્મ મેળવી-પરત કરવાની સુવિધા: મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની સતાવાર જાહેરાત

રાજકોટ: રૈયા સ્માર્ટ સિટી એરિયામાં રૈયાધાર STPની સામે, પરશુરામ મંદિર પાસે, રૈયા રોડ ખાતે નિર્માણ પામનાર, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના GHTC-1 (લાઈટ હાઉસ પ્રોજેક્ટ)ના ૧૧૪૪ આવાસો માટે તા. ૦૭-૦૧-૨૦૨૦ થી તા. ૨૨-૦૧-૨૦૨૧ સુધી ફોર્મ વિતરણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના છ (૬) સિટી સિવિક સેન્ટર અને ICICI બેન્કની શાખાઓ પરથી ફોર્મ મેળવી-પરત કરવાની સુવિધા લોકોને પ્રાપ્ત થશે તેમ મ્યુનિ. કમિશનશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

તેઓએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જેનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું તે લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત નવીનતમ ટેકનોલોજી દ્વારા આર્થિક રીતે નબળા લોકો (EWS-2) લોકો માટે કુલ ૧૧૪૪ આવાસ માટે જે કુટુંબની વાર્ષિક આવક ૩ લાખ સુધીની હોય તેવા લોકો આ આવાસનો લાભ લઇ શકશે. આ આવાસ માટેના ફોર્મની કિમત રૂ. ૧૦૦/- રહેશે. ફોર્મની સાથે આવાસની માહિતી પુસ્તિકા પણ મળશે. રાજકોટની આઈ.સી.આઈ.સી.આઈ. (ICICI) બેન્કની વિવિધ શાખા ઉપરાંત છ (૬) સિટી સિવિક સેન્ટર પરથી તારીખ: ૦૭-૦૧-૨૦૨૧ થી તા. ૨૨-૦૧-૨૦૨૧ સુધીમાં આ યોજના માટેના અરજીપત્રકો મેળવી પરત કરી શકાશે.

આ આવાસ યોજનામાં એક આવાસનો લધુતમ કારપેટ એરિયા અંદાજિત ૪૦.૦૦ ચો.મી. રહેશે. જેમાં એક રૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોઇલેટની સુવિધા આપવામાં આવશે. આ આવાસની તથા આવાસના સ્થળની ફાળવણી કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો દ્વારા થશે.

સિટી સિવિક સેન્ટર પરથી ઓફીસ સમય દરમ્યાન ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આવાસ યોજનાના ફોર્મમાં જરૂરી માહિતી ભરીને તારીખ: ૨૨-૦૧-૨૦૨૧ સુધીમાં નાગરિકોએ ફોર્મ પરત કરવાના રહેશે. મૂદત વિત્યા પછી નાગરિકોના ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ, તેથી જાહેર જનતાને અપીલ કે સમયસર ફોર્મ ભરીને સિવિક સેન્ટર અને ICICI બેંકમાં પરત કરી આપે.

 

 

આઈ.સી.આઈ.સી.આઈ. (ICICI)  બેન્કની તમામ શાખાના સરનામાં

 શાખા

સરનામું

 

રાજકોટ - જય હિન્દ

ICICI BANK LTD. જય હિન્દ-સાંજ સમાચાર પ્રેસ બિલ્ડીંગ, શરદાબાગ, ધરમ સિનેમાની બાજુમાં, રાજકોટ

 

રાજકોટ – યાજ્ઞિક રોડ

ICICI BANK LTD. ઓફીસ નં. ૩ અને ૪, કોન્વેન્શન સેન્ટર, હરિભાઈ હોલની બાજુમાં, યાજ્ઞિક રોડની સામે, રાજકોટ.

 

રાજકોટ – પેલેસ રોડ

ICICI BANK LTD. ૮-વર્ધમાનનગર કોર્નર, પેલેસ રોડ, રાજકોટ

 

રાજકોટ – રણછોડનગર

ICICI BANK LTD. આઈસ ક્યુબ હાઉસ, ૧૦- રણછોડનગર, પાણીના ટાંકાની બાજુમાં, પેડક રોડ, રાજકોટ

 

રાજકોટ – નિર્મળા રોડ

ICICI BANK LTD. ગ્રાઉન્ડ અને પહેલો માળ, સુપાર્શ એપાર્ટમેન્ટ, નાગરિક બેંક સોસાયટી, નિર્મળા કોન્વેન્ટ રોડ, રાજકોટ

 

રાજકોટ – ગોંડલ રોડ

ICICI BANK LTD. વીઠા ભવન, યુનિયન બેન્કની સામે, ગોંડલ રોડ,રાજકોટ

 

રાજકોટ – લક્ષ્મીનગર

ICICI BANK LTD. આકાશ કોમ્પ્લેક્સ, નાનામવા રોડ, રાજનગર ચોકની બાજુમાં, રાજકોટ

 

રાજકોટ – યુનિવર્સીટી રોડ

ICICI BANK LTD. 1ST ફ્લોર, ઓફીસ નં. ૧૦૧, ડેકોરા સ્ક્વેર, સાધુવાસવાણી રોડ, રાજકોટ

 

રાજકોટ – મવડી સર્કલ

ICICI BANK LTD. પરમ દિવ્યાંશ કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, કારડીયા રાજપૂત વાડીની સામે, મવડી સર્કલની બાજુમાં, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ

 

રાજકોટ – એસ્ટ્રોન ચોક

ICICI BANK LTD. ગ્રાઉન્ડ ફ્લોર, લેન્ડ માર્ક બિલ્ડીંગ, એસ્ટ્રોન ચોક, રાજકોટ

 

રાજકોટ – અમીન માર્ગ

ICICI BANK LTD,  અમીન માર્ગ, જૈન દેરાસરની પાસે, પંચવટી મેઈન રોડ, રાજકોટ

 

રાજકોટ – ભક્તિનગર

ICICI BANK LTD. ભક્તિનગર સર્કલ, રાજકોટ

 

રાજકોટ – નાણાવટી ચોક

ICICI BANK LTD. નાણાવટી ચોક, રાજકોટ

 

 

રાજકોટ મહાનગરપાલિકાના છ(૬) સિટી સિવિક સેન્ટરના સરનામાં

રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરી, સિટી સિવિક સેન્ટર

રાજકોટ મહાનગરપાલિકાનાં

 

સિટી સિવિક સેન્ટર

 

રાજકોટ મહાનગરપાલિકા વેસ્ટ ઝોન કચરી, સિટી સિવિક સેન્ટર

રાજકોટ મહાનગરપાલિકા ઈસ્ટ ઝોન કચરી, સિટી સિવિક સેન્ટર

રાજકોટ મહાનગરપાલિકા અમીન માર્ગ, સિટી સિવિક સેન્ટર

રાજકોટ મહાનગરપાલિકા કૃષ્ણનગર, સિટી સિવિક સેન્ટર

રાજકોટ મહાનગરપાલિકા દેવપરા સિટી સિવિક સેન્ટર

(8:54 am IST)