Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

દારૂ ઢીંચી વાહન ચલાવતા ત્રણઃ છરી સાથે બે અને દારૂની બોટલ સાથે એક ઝડપાયો

રાજકોટ તા. ૬ : શહેરના અલગ-અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાંં પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન દારૂ પી વાહન લઇને નિકળેલા ચાર તથા છરી સાથે એક અને દારૂની એક બોટલ સાથે એકને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવી મોહન સૈની અને મનોહરસિંહ જાડેજાની સુચનાથી શહેરના અલગ  અલગ વિસ્તારોમાં ડ્રાઇવર રાખવામાં આવી હતી. જેમાં ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ જયેન્દ્રસિંહ પરમાર સહિતે સહકાર મેઇન રોડ ત્રીશુકલ ચોક પાસેથી દારૂપી જીજે૩ ઇ બી ૪૯૬૩ નંબરનું બાઇક લઇને નિકળેલા વિપુલ જેઠાભાઇ પરમાર (ઉ.૩પ) (રહે. સહકાર સોસાયટી શેરી નં.૬) ને આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી પાસેથી જી.જ.૧૩ કે ૯૪૦પ નંબરના બાઇક પરથી પીધેલી હાલમાં રમેશ લક્ષ્મણભાઇ મુંધવા (ઉ.૪ર) (રહે. પોપટપરા શેરી નં. ૯/૧૪)ને ગાંધીગ્રામ પોલીસ સહિતે એરપોર્ટ રોડ ફાટક પાસેથી દારૂ પી સર્પાકાર રીતે  બાઇક ચલાવતા પ્રીતેષ વલ્લ્ભાઇ વાળા (ઉ.૩પ) (રહે. નવુ પંચયવટી એર્પામેન્ટ કિશાનપરા ૩)ને પકડી લીધા હતા.

દારૂની એક બોટલ સાથે મીલન પકડાયો

તાલુકા પોલીસ મથકના એ એસઆઇ અજીતસિંહ જાડેજા તથા રીતેષભાઇ સહિતે બાતમીના આધારે કણકોટ ગામના પાટીયા પાસે દરોડો પાડી જીજે ૩ ઇબી ૮૯૧ નંબરના બાઇકમાંથી દારૂની એક બોટલ સાથે મીલન ભનુભાઇ ચાવડા(ઉ.ર૪) (રહે. કણકોટ ગામ પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટર નં. ૩૧૧માં) ને પકડી લીધો હતો.

છરી સાથે નઇમ અને મુસ્તાક પકડાયા

ભાવનગર રોડ પર રવીવારીના ગેઇટ પાસેથી આજીડેમ પોલીસ મથકના જયપાલભાઇ બરાળીયા સહિતે નઇમ રઝાકભાઇ સમા (ઉ.ર૮) (રે. ૧પ૦ ફુટ રોડ બાલાજી હોલ પાસે આવાસ યોજના કવાર્ટર નં.૩ર૯) ને છરી સાથે અને ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ સંતોષભાઇ મોરી સહિતે રૈયા રોડ છોટુનગર કોમ્યુનીટી હોલ પાસેથી મુસ્તાક રજાકભાઇ કટારીયા (ઉ.રપ) (રહે.રૈયા રોડ શિવપરા શેરી નં. ૪) ને છરી સાથે પકડી લીધો હતો.

(3:56 pm IST)