Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

જિલ્લા પંચાયત પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત અંગે કાલે સુનાવણીઃ કારોબારી બેઠક ૧૬મીએ

બજેટ માટે જાન્યુઆરી અંત અથવા ફેબ્રુઆરી આરંભે ફરી સામાન્ય સભા

રાજકોટ તા. ૬ : જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની ખાસ બેઠક તા.૧૬ જાન્યુઆરીએ સવારે અધ્યક્ષ કિશોર પાદરિયાની અધ્યક્ષતામાં મળનાર છે. જેમાં મુખ્ય વિષય બજેટ રહેશે. બજેટમાં આરોગ્ય ક્ષેત્રને સૌથી વધુ પ્રાધાન્ય આપવાનું અધ્યક્ષે જાહેર કર્યું છે. ઉપરાંત સિંચાઇ અને શિક્ષણ માટે પણ ખાસ્સી રકમ ફાળવાશે. કારોબારીમાંં બજેટ મંજુર થયા બાદ સામાન્ય સભામાં મંજુર કરવા માટે ખાસ સામાન્ય સભા જાન્યુઆરી અંત અથવા ફેબ્રુઆરી પ્રારંભે બોલાવાશે.

પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સામે બાગીઓએ તા.૧ ઓકટોબર ર૦૧૯ ના રોજ મુકેલ અવિશ્વાસ દરખાસ્તનો મામલો હાઇકોર્ટમાં પડતર છે. જે તે વખતે ચંદુભાઇ શીંગાળાએ એજન્ડાની પધ્ધતિ સામે વાંધો ઉઠાવી સ્ટે.મેળવ્યો હતો. હાઇકોર્ટમાં આ મામલાની સુનાવણી માટે કાલે તા.૭ જાન્યુઆરીની મુદત છે. તે વખતે એકજુથ રહેલા બાગીઓમાં અત્યારે તડા પડી ગયા છે.

(3:36 pm IST)