Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

એક વર્ષમાં કેટલા નવા વર્ષ ઉજવાય ?

હિન્દુઓનું નવુ વર્ષ એટલે દિવાળીનો બીજા દિવસ એટલેકે પળવો,બેસતુવર્ષ નૂતન વર્ષની શરૂઆતએ તીથી મુજબ આસો વદ અમાસનો બીજો દિવસ કાર્તિક માસનો પ્રથમદિવસ કાર્તિક સુદ એકમ. પરંપરા પ્રમાણે એક મહાઉત્સવની ઉજવણી સ્વરૂપે આ પર્વ ઉજવાય   મહારાષ્ટ્રમાં ગુડીપળવો તરીકે ઉજવાય.

હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્રી વર્ષ પ્રતિપદાએ નવુ વર્ષ એપ્રિલ માસમાં પણ નવું વર્ષ ઉજવાય છે.

મુસ્લીમ કેલેન્ડર મુજબ મહોરમ વર્ષનો પ્રથમ માસ અને તેનો પહેલો દિવસ એટલે નવુ વર્ષ.

પારસીઓનું નવું નવુ વર્ષ એટલે નવરોઝ. ૨૧ માર્ચ એ પતેતી કે નવરોઝ તરીકે ઉજવાય છે.

નવા વર્ષની ઉજવણી માટેની તૈયારીઓ માટે ઘરની સફાઇ આગલા દિવસો થી શરૂ થાય. નવા વર્ષની ઉજવણીમાં નવા કપડા- નવી વસ્તુઓની ખરીદી. નવા વર્ષના દિવસે સગા સબંધી મિત્રોના ઘરે જવુ. અભિનંદન પાઠવવા. શુભકામનાઓ પાઠવવી, મીઠાઇ,ફરસાણ બનાવવામાં આવે છે.ઘર, ઇમારતોને શણગારવામાં આવે. બજારોમાં નવી જ લહેરો આવે. રસ્તાઓ શણગારવા-સજાવવામાં આવે. ચો તરફ લાઇટીંગ અને ડેકોરેટીવ મટીરીયલ દેખાય.

પંજાબી ઓનું નવુ વર્ષ બૈશાખી, નાનકશાહી. કેલેન્ડરનો પ્રથમદિવસ ૧૩ કે ૧૪ એપ્રિલે આવે છે.

બુધ્ધ ધર્મમાં વિવિધ દેશોમાં વિવિધ દિવસોએ નવુ વર્ષ ઉજવાય. ત્રણ દિવસ સુધી ઉજવાતા નવા વર્ષનું પર્વ એપ્રિલ માસનાં પ્રથમ પુનમના દિવસથી ત્રણ દિવસ સુધી ઉજવાય છે.

સીંધી લોકોનું નવુ વર્ષ એટલે ચેટીચાંદ નો પર્વ. ચૈત્ર માસનાં બીજા દિવસે જુલેલાલનાં જન્મદિનનાં માનમાં ઉજવાય છે.

ઇસાઇ લોકોનું નવુ વર્ષ વિશ્વભરમાં સ્વીકારાયેલું કેલેન્ડર મુજબ જાન્યુઆરીના પ્રથમ દિવસે ઉજવાય છે.

ભારતનાં વિવિધ રાજ્યોમાં વિવિધ દિવસોએ નવા વર્ષની ઉજવણી વર્ષ ભરમાં અનેક દિવસોએ લોકોના ધર્મ મુજબ, પરંપરા મુજબ, માન્યતાઓ પ્રમાણે નવવર્ષ પર્વ ઉજવાય છે. જેમાં લોકોનાં ધર્મ મુજબ ક ેપ્રથામુજબ પૂજા-પાઠ કે વિધિ વિધાન મુજબ ઉજવણી કરવામાં આવે છે. લોકોના વિવિધ પ્રદેશની વિવિધતા પ્રમાણેનાં પહેરવેશ તે પ્રદેશ મુજબની  વાનગીઓ તથા તેમના રૂઢી-ગત રીવાજો  મુજબની ઉજવણી કરે છે.ઉગાદીના પર્વને નવા વર્ષ તરીકે ચૈત્ર માસનાં પ્રથમ દિવસે કર્ણાટક, તેલંગાણા અને આંન્ધ્રપ્રદેશમાં ઉજવામાં આવે છે.'વિશુ' તહેવાર નવા વર્ષ તરીકે કેરલમાં ઉજવાય તો 'બૈશાખી' પંજાબ,સિકિકમમાં શીખ લોકો નવા વર્ષ તરીકે ઉજવે. પહેલા બૈશાખ બેંગાલી નવા વર્ષ તરીકે પશ્ચિમ બંગાળામાં ઉજવાય.પુથાન્ડુ તમીલનાડુમાં તમીલ કેલેન્ડરનાં પ્રથમ માસનાં પ્રથમ દિવસે ઉજવાય. ઉત્તરપૂર્વ ભારતમાં બાહેગ બીહુ નવા વર્ષ તરીકે ઉજવાય. ઓડિસામાં મહા વિશુવા સંક્રાતિ ઉડિયા કેલેન્ડર મુજબ ૧૪ કે ૧૫ એપ્રિલના નવા વર્ષનાં પ્રથમ દિવસે ઉજવાય. જુડે શિત્તલ પણ મૈથીલી નવુ વર્ષ બિહાર તથા ઝારખંડમાં  નવા વર્ષ તરીકે ઉજવાય છે.

હિન્દુ કેલેન્ડર મુજબ વિક્રમ સંવંતનું નવુ વર્ષ ચૈત્ર માસનાં પ્રથમ દિવસે ઉજવાય છે. જે ચૈત્રી નવરાત્રીનો પણ પ્રથમ દિવસ હોય છે. જે દિવસે ગ્રહ અને નક્ષત્રમાં પરિવર્તન થાય છે. તમીલનાડુમાં પોંગલ ૧૪ જાન્યુઆરીનાં નવુ વર્ષ ઉજવાય. કાશ્મીરી કેેલેન્ડરમાં ૧૯ માર્ચનાં નવરેહના દિવસે નવુ વર્ષ ઉજવાય.

આમ ભારતનાં વિવિધ રાજ્યોમાં મૌસમ બદલાવ પ્રમાણે, તીથી મુજબ, નક્ષત્રો-ગ્રહોનાં સ્થાન બદલાવ મુજબ તો કયાંક પાકની લાગણીનાં અનુસંધાને નવા વર્ષની ઉજવણી થાય. જેમા સર્વ લોકો હર્ષ, ઉત્સાહ આનંદ- ઉમંગ થી જોડાઇ છે. નવા વર્ષની ઉજવણી થી જીવનમાં નવો રંગ ઉમેરાય છે. જીવનમાં આંનદનાં નવા રંગોનો સંચાર થાય છે.અને જીવન-ઉત્સાહ સંબંધોમાં નવી લાગણી ઓનો વધારે થાય છે.

વનિતા રાઠોડ

આચાર્યા,શાળાનં-૯૩, રાજકોટ

(11:48 am IST)