Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

કપાતર પુત્ર પ્રો. સંદિપે કબુલ્યું-મમ્મીને પાળી પર બેસાડી, પગેથી ઉંચા કરી ગબડાવી દીધા’તા!

માતાની હત્યામાં ધરપકડ બાદ હવે અફસોસના પીલુડા પાડે છે... ભુલ થઇ ગયાનું કર્યુ રટણ

રાજકોટ તા. ૬: ગાંધીગ્રામ સ્ટલિ*ગ હોસ્પિટલ પાછળ દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતાં અને બી. કે. મોદી ફાર્મસી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં સંદિપ વિનોદભાઇ નથવાણીએ પોતાના વૃધ્ધ-બિમાર અને અશક્ત માતા જયશ્રીબેન (ઉ.૬૪)ને ૨૭/૯/૧૭ના રોજ એપાર્ટમેન્ટના ચોથા માળની અગાસી પરથી ગબડાવી પતાવી દીધાનો પર્દાફાશ થતાં યુનિવર્સિટી પોલીસે હત્યાનો ગુનો નોîધ્યા બાદ ગત છાતીમાં દબાણ થતાં સારવાર માટે ગિરીરાજ હોસ્પિટલમાં દાખલ થઇ ગયેલા આ પ્રોફેસરને રાત્રે રજા અપાતાં વિધીસર ધરપકડ કરી લેવામાં આવી છે. જનેતાનો જીવ લઇ લેનાર સંદિપે કબુલી લીધુ છે કે તેણે જ હત્યા કરી છે. બિમાર માતાની સતત કચકચથી અને પત્નિ સાથે તેમને થતી માથાકુટોથી ત્રાસી જઇ તેણે આમ કર્યુ હતું. અગાસીની પાળી પર માતાને બેસાડી બાદમાં બંને પગેથી તેને ઉંચા કરી ગબડાવી દીધાનું તેણે કબુલ કર્યુ છે. જા કે આ કૃત્ય  બદલ હવે ખુબ અફસોસ થઇ રહ્નાનું રટણ કરી તે પોલીસ મથકમાં પીલુડા પાડી રહ્ના છે.

 

નિવૃત શિક્ષીકા જયશ્રીબેન ૨૭/૯ના પુત્ર અગાસી પર વોકીંગ કરાવવા અને સૂર્યનારાયણને અર્ધ્ય આપવા માટે લઇ ગયો ત્યારે પોતે નીચે પાણીની લોટી લેવા આવ્યો તે વખતે માતા અકસ્માતે નીચે પડી ગયાની સ્ટોરી પ્રો. સંદિપે ઘડી હતી. પરંતુ નનામી અરજી પરથી પોલીસે કરેલી તપાસમાં સીસીટીવી ફૂટેજે સંદિપના ફીટકાર વરસાવતા કૃત્યનો ભાંડો ફોડ્યો હતો અને ઘટના આકસ્મિક મોત કે આપઘાતની નહિ પણ હત્યાની હોવાનું ફલીત થઇ ગયું હતું. ખુદ પુત્રએ જ માતાને મારી નાંખ્યાનું જાહેર થતાં ખળભળાટ મચી ગયો હતો.

ઘટનાના પોણા ચાર મહિના પછી સંદિપનું પાપ છાપરે ચડી પોકારતાં તેને છાતીમાં દબાણ થઇ જતાં સારવાર માટે દાખલ થઇ ગયો હતો. ગઇરાત્રે તેને રજા આપવામાં આવતાં યુનિવર્સિટી પોલીસે તેની ધરપકડ કરી છે. પી.આઇ. જી. બી. બાંભણીયા, રાઇટર યોગેન્દ્રસિંહ ડી. જાડેજા, બલભદ્રસિંહ ચુડાસમા સહિતે પ્રો. સંદિપ નથવાણીની પ્રાથમિક પુછતાછ કરતાં તેણે પહેલા તો ગલ્લા તલ્લા કર્યા હતાં. પણ બાદમાં હત્યાની કબુલાત આપતાં કહ્નાં હતું કે મેî જ મમ્મીને અગાસીની પાળી પર બેસાડ્યા હતાં અને બાદમાં તેના બંને પગ ઉંચા કરી ગબડાવી દીધા હતાં. પોતાના આ કૃત્ય પર હવે અફસોસ થઇ રહ્નાનું રટણ પણ તેણે કર્યુ હતું.

પ્રો. સંદિપ નથવાણીએ જણાવ્યું હતું કે મારા માતા સતત બિમાર અને પથારીવશ હોઇ તેની સેવા ચાકરી માટે મારે અને પત્નિને માથાકુટ થતી હતી. હું કોલેજ હોઉ ત્યારે પણ પત્નિના ફોન આવતાં કે બા માથાકુટ કરે છે. સતત આવી લપ થતી અને બા કચ-કચ કરતાં હોઇ જેથી હું કંટાળી ગયો હતો. જેથી મેî રોજની લપમાંથી છૂટકારો મેળવવા આમ કર્યુ હતું. પોલીસ હવે તેને કોર્ટ હવાલે કરવા તજવીજ કરશે.

ગઇકાલે સવારે ૧૧ વાગ્યે ડિસ્ચાર્જ કરાયો, પણ પૈસા ભરવા કોઇ ન આવતાં અને રાત્રે એક મિત્રએ મદદ કરતાં હોસ્પિટલમાંથી જવા દેવાયો

પત્નિ કે બીજા કોઇ સ્વજનો હોસ્પિટલમાં મળવા સુધ્ધા ન આવ્યા

પોલીસને સીસીસીટી ફૂટેજ જાતાં સંદિપના કૃત્યમાં પત્નિ પણ સામેલ હશે તેવી પ્રારંભીક શંકા ઉદ્દભવી હતી. પરંતુ સંદિપની પુછતાછ થતાં અને તેની બહેનો, પત્નિ સહિતના નિવેદનો લેવામાં આવતાં આ કૃત્યમાં હાલ સંદિપ એકલો જ સામેલ હોવાનું ખુલ્યું છે. સંદિપ છાતીના દુઃખાવાની ફરિયાદ સાથે ગિરીરાજ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હોઇ પોલીસે ત્યાં પહેરો રાખી દીધો હતો. સંદિપે જે કૃત્ય કર્યુ તેનાથી સમગ્ર સમાજમાં તેના તરફ થુ-થુ થઇ રહ્નાં છે. એટલુ જ નહિ ખુદ હજુ થોડા દિવસ પહેલા તેની સાથે રહેતા હતાં તે તમામે તેનો સાથ છોડી દીધો છે. હોસ્પિટલમાંથી સંદિપને ગઇકાલે સવારે અગિયારેક વાગ્યે જ રજા આપી દેવામાં આવી હતી. પરંતુ સંદિપ પાસે હોસ્પિટલનું બીલ ભરવાના પૈસા ન હોઇ તેને જવા દેવાયો નહોતો. તેણે પૈસા માટે ઘર-પરિવારના સભ્યોને તેમજ બીજા અનેકને ફોન કર્યા હતાં. પણ મેળ પડ્યો નહોતો. અંતે રાત્રે એક મિત્ર તેને મદદરૂપ થતાં બીલ ચુકવ્યા બાદ તેને રજા અપાતાં પોલીસે ધરપકડની વિધી કરી હતી. હોસ્પિટલમાં હતો ત્યારે પત્નિ, બહેનો કે બીજા નજીકના સગા પણ મળવા ન આવ્યાનું કહેવાય છે. (૧૪.૬)

(2:37 pm IST)