Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

આલે..લે.. ખુદ તંત્રના હેલ્થ સેન્ટરમાં ફાયર સેફટી નથી?: આજે વધુ ૩૪ નોટીસો

ફાયર બ્રિગેડ દ્વારા હોસ્પિટલો-લેબોરેટરી-કલાસીસ સહિતના સ્થળોએ ચેકીંગ

રાજકોટ, તા. પ : શહેરની ઉદય કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ બાદ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા હોસ્પિટલો સહિતના સ્થળોએ ફાયર સેફટી અંગે ચેકીંગ કરી નાની મોટી ક્ષતિઓ અંગે નોટીસ આપવાનું શરૂ કર્યું છે.જેમાં આજે ખુદ સરકારી તંત્રની નાના મોવા સર્કલ પાસે આવેલ અર્બન હેલ્થ સોસાયટીને પણ નોટીસ અપાઇ હતી.

આ અંગે સત્તાવાર જાહેર થયેલ વિગતો મુજબ આજે તા. પના રોજ ફાયર એન્ડ ઇમરજન્સીના ચેકીંગ દરમિયાન ફાયર સેફટીમાં નાની મોટી ક્ષતિઓ બાબતે નોટીસો અપાયેલ જેમાં ડો. ભાવેશ દોશી માઇલ સ્ટોન હોસ્પિટલ, મેટ્રોપોલીસ હેલ્થકેર વી. સફલ-૩, ડો. પ્રકાશ મોઢા-ગોકુલ હોસ્પિટલ, પ્રશાંત મેડીકલ સર્વિસીઝ, પદ્મકુંવરબા હોસ્પિટલ, અર્બન હેલ્થ સોસાયટી, શીવમ હોસ્પિટલ, ડો. મોણપરા, સજીવની પેથોલોજી લેબોરેટરી ડો. પટેલ, સેન્યુરી હોસ્પિટલ ડો. સોરઠીયા , સાંઇનાથ હોસ્પિટલ, સહયોગ હોસ્પિટલ ડો. પટેલ, ડો. થડેશ્વર ચાઇલ્ડ ડેર યુનિટ, ધ્રુવ હોસ્પિટલ ડો. અનીમેષ, દેકીવાડીયા હોસ્પિટલ, બાવીસી હોસ્પિટલ, અહંમ હોસ્પિટલ, અનિષા હોસ્પિટલ, માઇલ સ્ટોન મલ્ટી સ્પેશયાલીટી હોસ્પિટલ, મંગલમ મેટરીનીટી હોમ એન્ડ સર્જીકલ હોસ્પિટલ, ગદ્રે હોસ્પિટલ, પૃથ્વી કલાસીસ, ડી.એમ. કલાસીસ, કોશવ ઓકૃડ , ભાલોરીયા હોસ્પિટલ,   સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન હોસ્પીટલ, પ્રેમધારા હોસ્પીટલ, રઘુવીર હોસ્પીટલ, દિશા એકેડેમી, શ્રી હરી ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયા, ટેરાબાઈટ કોમ્પ્યુટર એકેડેમી, સૌરાષ્ટ્ર ઈન્ફોટેક કલાસીસ વગેરેનો સમાવેશ થાય છે. આ નોટીસો ચીફ ફાયર ઓફિસર દ્વારા આપવામાં આવી છે.

(3:43 pm IST)