Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

એજાજ ઉર્ફે ટકાની ગેંગના ૧પ દિ'ના રિમાન્ડ મંગાયા

ગુજસીટોકના ૬ આરોપીઓને ખાસ અદાલતમાં રજૂ કરાયાઃ બે આરોપીને મેડીકલ ચેકઅપ માટે મોકલાયાઃ એક આરોપી સુનાવણી સમયે અસ્વસ્થ થયો

રાજકોટ તા. ૭ :.. રાજકોટમાં ગુંડા રાજને ખતમ કરવા રાજકોટ પોલીસે ગુનાહીત ઇતિહાસ ધરાવતા કુખ્યાત ગુનેગારો સામે ગુજસીટોકનો દંડો ઉગામ્યો છે. ત્યારે શહેરના ભીસ્તીવાડના ૧૧ શખ્સો સામે બે દિ' પૂર્વે ગુજસીટોકનો ગુનો નોંધી ૬ શખ્સોની ધરપકડ કરી હતી. જે તમામને આજે રાજકોટની ખાસ અદાલત ન્યાયધીશ કે. ડી. દવે સમક્ષ ૧પ દિવસના રીમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતાં.

પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એલ. એલ. ચાવડાએ ફરીયાદી બની ભીસ્તીવાડનં કુખ્યાત એઝાઝ ઉર્ફે ટકો અકબર ઉર્ફે હકુભા ખીયાણી, મીરજાદ અકબર ઉર્ફે હકુભા ખીયાણી, અરતાજ ઉર્ફે રાજન હમીદભાઇ ખીયાણી, મજીદ ઉર્ફે પપ્પુ સુલેમાન જુણાચ, ઇમરાન જાનમમદભાઇ મેણુ, રિયાઝ ઇસ્માઇલ દલ, રિઝવાન ઇસ્માઇલ દલ, યાસીન ઉર્ફે ભુરો, શાહરૂખ ઉર્ફે રામ અલારખા,  માજીદ રફિક ભાણુ, મુસ્તુફા ઉર્ફે હકુભા ખીયાણી સામે ધી ગુજરાત કન્ટ્રોલ ટેરરીઝમ એન્ડ ક્રાઇમ (ગુજસીટોક) એકટ ર૦૧પ ની કલમ ૩ (૧) (૧), ૩ (૧), (ર), ૩ (ર) તથા કલમ ૩ (૪) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

આ ટોળકી એકબીજા સાથે સંગઠન રચી, ખૂન, ખૂનની કોશીશ, ગેરકાયદે હથિયારોનો ઉપયોગ, એટ્રોસીટી, ધાડ, ધમકીઓ, જૂગાર રાયોટીંગ, જીવલેણ હુમલા સહિતના ગંભીર ગુન્હાઓ આચરી  રાજકોટમાં ભયનો માહોલ ઉભો કરી છેલ્લા ૧૦ વર્ષથી તરખાટ મચાવતા હોય પ્રજાજનોમાંથી આ શખ્સોનો ભય કાયમને માટે દુર થઇ જાય અને ભયનું વાતાવરણ દુર થાય તે માટે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જે તમામ ૧૧ શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. તે પૈકીના ૪ શખ્સો રિયાઝ દલ, રિઝવાન દલ, શાહરૂખ ઉર્ફે રાજા અને યાશીન ઉર્ફે ભુરો હાલ અલગ-અલગ ગૂન્હામાં જેલમાં છે. જયારે અન્ય એક એજાઝ ઉર્ફે ટકો નાસતો ફરતો હોય ૬ શખ્સો જેમાં ઇમરાન મેણુ માજીદ ઉર્ફે પપ્પુ, મીરઝાદ ખીયાણી, સરતાજ ઉર્ફે રાજન, માજીદ ભાણુ અને મુસ્તુફા ખીયાણીને આજે ૧પ દિવસના રીમાન્ડની માંગણી  સાથે ખાસ અદાલતમાં રજુ કરાયા હતા.

જેમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષારભાઇ ગોકાણીએ ઉપરોકત આરોપીઓની સંગઠીત ટોળકી દ્વારા સમાજમાં ધાક જમાવી ભયનો માહોલ પેદા કરી ગુન્હો આચરવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ આરોપી સાથેઅન્ય કોઇ સંડોવાયા છે ેકે કેમ ? તેઓની પાસેની મિલ્કત કેવી રીતે ઉભી કરી છે.? તેમજ તમામ આરોપીઓની ક્રોસ પુછપરછ કરવાની હોય, અન્ય મિલ્કત પોતાના કે અન્યના  નામે મેળવી છે? અને કઇ રીતે મેળવી ? મુખ્ય સંચાલન કરતા કોણ છે ? આ ટોળકી દ્વારા વ્યકિતગત કે સંયુકત ભંડોળથી સ્થાવર કે, જંગમ મિલ્કત ખરીદી છે કે કેમ ? ગેંગનો મુખ્ય સૂત્રધાર ફરાર હોય, જેના સગળ મળવા જરૂરી હોય ઉપરાંત આ ભાગેડુને આર્થિક સહાય અને આશરો કોણ આપે છે ? તે તમામ પુછપરછ માટે ૧પ દિવસની રિમાન્ડની જરૂર હોવાની માંગણી સાથે તપાસનીશ એસ.સી.પી. પી.કે. દિવોરાએ લેખીત દલીલ કરી હતી.

(3:42 pm IST)