Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

હત્યાના ગુનામાં વચગાળાના જામીન પર છુટી છ માસથી ફરાર રાજેશ ઉર્ફ ભોપલો પકડાયો

ક્રાઇમ બ્રાંચની ટીમે માલિયાસણથી પકડી લઇ જેલમાં રજૂ કર્યો

રાજકોટ તા. ૫: થોરાળા પોલીસમથકના હત્યાના ગુનામાં જેલ હવાલે થયેલો શખ્સ ચુનારાવાડ-૧ મનહરપરાનો રાજેશ ઉર્ફ ભોપલો કિશોરભાઇ ચાવડા (ઉ.૨૯) વચગાળાના જામીન ૧૮/૪ના રોજ છુટ્યા બાદ રજામાં વધારો કરાયો હતો. એ પછી ૧૯/૬/૨૦ના રોજ  રજા પુરી થવા છતાં જેલમાં હાજર ન થતાં અને ફરાર થઇ જતાં તેને ક્રાઇમ બ્રાંચે પકડી લીધો છે.

રાજેશ ઉર્ફ ભોપલાને કલમ ૩૦૨, ૩૨૪, ૪૫૨, ૫૦૪ સહિતના ગુનામાં તા. ૦૨/૦૭/૨૦૧૭ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. છ માસથી ફરાર આ શખ્સ બેડી ચોકડી નજીક હોવાની બાતમી એ.એસ.આઇ. બલભદ્રસિંહ જે. જાડેજા, હેડ કોન્સ. મહીપાલસિંહ ઝાલા અને કોન્સ. ચેતનસિંહ આર. ગોહિલને મળતાં તેને પકડી લેવાયો છે. એસીપી ડી.વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આ કામગીરી થઇ હતી.

(3:28 pm IST)
  • ગુજરાત સરકારે IAS અધિકારી અરવિંદ અગ્રવાલનો GSFCના CMD તરીકેનો કાર્યકાળ ન લંબાવતા વધારાનો ચાર્જ ACS મુકેશ પુરીને સોંપ્યો. access_time 11:49 pm IST

  • દિલ્હીમાં સીબીઆઈના દરોડા:દિલ્હીમાં જય પોલીકેમ ઇન્ડિયા લિમિટેડ કંપની ઉપર સીબીઆઈએ મોટાપાયે દરોડા પાડ્યા છે. access_time 11:57 pm IST

  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.40 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 10 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 28,222 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 96,36,741 થઇ : એક્ટીવ કેસ 4,03,015 થયા : વધુ 33,273 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90, 91,334 રિકવર થયા : વધુ 335 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,40,072 થયો access_time 12:04 am IST