Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

'બા નું ઘર' મહિલા વૃધ્ધાશ્રમના આંગણેથી 'કન્યા વિદાય'

રાજકોટ : સમસ્ત પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળના ચેરમેન મુકેશભાઇ મેરજા તથા પ્રમુખ ગીતાબેન પટેલ, મહામંત્રી વિભાબેન મેરજા, સરોજબેન, રજનીભાઇ દ્વારા 'બા નું ઘર' વૃધ્ધાશ્રમના આંગણેથી એક જરૂરીયાતમંદ બાવાજી પરિવારના લગ્નનો રૂડો અવસર પાર પાડવામાં આવેલ છે. કોરોના મહામારી ધ્યાને લઇ સરકારી ગાઇડ લાઇનને અનુસરી દાતાઓ અને સ્વયંસેવકોના સહકારથી ચિ. પાયલને સ્વમાનભેર પરણાવી જરૂરી કરીયાવર સાથે વિદાય અપાઇ ત્યારે સૌની આંખો ભીની થઇ ગઇ હતી. સંસ્થાના જયેશભાઇ જાદવ, વજુભાઇ છૈયા, જી. પી. તાળા, હસમુખભાઇ સાચલા, રીનાબેન કટારીયા, મનુભાઇ મેરજા, દીપકભાઇ બ્રહ્મભટ્ટ, મીહીર ભિમાણી, કાન્તાબેન ફળદુ, ઉષાબેન પરસાણા, તરલાબેન નાદાપરા, મનીષાબેન જાદવ, નિશિતાબેન રામોલીયા, મીનાબેન પટેલ, દિનેશભાઇ પટેલ વગેરેએ ઉપસ્થિત રહી દિકરીને આશીર્વાદ આપ્યા હતા. શાસ્ત્રી તરીકે બકુલભાઇ જાનીએ સેવા આપી હતી.

(3:26 pm IST)