Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ઝુપડપટ્ટી મહાપરિષદની સ્થાપના પાછળની હકીકતના અભયભાઇ સાક્ષી હતા : કરણાભાઇ - દાનુભા

રાજકોટ તા. ૫ : રાજયસભાના સાંસદ અને પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજના નિધન બદલ રાજકોટ ઝુપડપટ્ટી મહાપરિષદના પ્રમુખ દાનુભા સોઢા અને કરણાભાઇ માલધારીએ ઉંડા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધા સુમન અર્પણ કરેલ છે.

તેઓએ જણાવેલ છે કે સૌરાષ્ટ્ર ઝુપડપટ્ટી મહાપરિષદની સ્થાપના પાછળની હકીકતના અભયભાઇ સાક્ષી હતા. ૧૯૭૯/૮૦ ના અરસામાં જનતા પાર્ટીના ઉમેદવાર ચીમનભાઇ શુકલ પોપટવાલા ગંજીવાળા મફતીયાપરામાં સભા સંબોધવા ગયા ત્યારે ત્યાના લોકોની નારાજગીનો અનુભવ કર્યા બાદ ઝુપડપટ્ટીના લોકોનું સંગઠન બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ માટેનું સુકાન અરવિંદભાઇ મણીયારે કરણાભાઇ માલધારી, ચકુભાઇ ડોડીયા અને અભયભાઇ ભારદ્વાજને સોંપ્યુ હતુ. બાદમાં આ રચાયેલા સંગઠન તળે આ ઝુપડપટ્ટીને માન્યતા મળી અને પ્રાથમિક સુવિધાઓ પણ મળી.

આ સમગ્ર પ્રક્રિયામાં લીગલ એડવાઇઝર તરીકે અભયભાઇ ભારદ્વાજે કરેલ કામગીરી યાદગાર સંભારણુ બની રહી. તેમ ઝુપડપટ્ટી મહાપરિષદના શહેર પ્રમુખ દાનુભા સોઢા અને કરણાભાઇ માલધારીએ જણાવ્યુ છે.

(3:26 pm IST)