Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

કાલે ડો. આંબેડકરજીનો ૬પમો મહાપરિનિર્વાણ દિન

પછાત વર્ગ મ્યુ. કર્મચારી મંડળ દ્વારા શ્રધ્ધાંજલી

રાજકોટ :.. બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરજીનો આવતીકાલ તા. ૬ ડીસેમ્બરનાં ૬પમો મહાપરિનિર્વાણ દિવસ છે.

ડો. આંબેડકરજીના મહાપરિનિર્વાણ નિમીતે પછાત વર્ગ મ્યુ. કર્મચારી મંડળ શ્રધ્ધાંજલી પાઠવતા જણાવ્યું હતું કે, સ્વતંત્ર ભારતનું સંવિધાન ઘડવાના અનન્ય યોગદાન આપનાર ડો. આંબેડકરજીનું જીવન અને વ્યકિતત્વ એક મહાકથાના અધ્ધયન સમાન હતું. તેઓ   બંધારણવિદ કે કાયદાશાસ્ત્રી, રાજનિતી, સંસ્કૃતિ અને ધર્મશાસ્ત્રના પણ ઉંડા અભ્યાસી અને નિષ્ણાંત હતાં. સાથોસાથ એક મહાન સમાજ સુધારક શોષિત, પીડીત સમાજના મસીહા હતાં. તેમનું જીવન અત્યંત ગરીબીમાં, સંઘર્ષનો સામનો કરી વિકસ્યુ હતું અને તેમાંથી તેઓ રાષ્ટ્રીય કક્ષાના નેતા બની શકયા હતાં.

આજે જયારે સ્વતંત્ર ભારતના બંધારણથી ભારત દેશને જે લોકશાહી મળેલ છે જેના કારણે ડો. આંબેડકરજી આંતર રાષ્ટ્રીય સ્તરે એક વિભૂતિ તરીકે સ્થાપિત થયા છે.

૧૯પ૦, ર૬ જાન્યુઆરીએ ભારતનું લોકશાહી બંધારણ અમલમાં આપ્યું છે જેમાં દરેક ભારતીય નાગરીકને માનવતાવાદી લોકશાહી મળેલ છે.

(3:24 pm IST)