Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ગુંદાવાડી વિસ્તારમાં ડામર રી-કાર્પેટ કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

રાજકોટઃ. મહાનગરપાલિકાના દ્વારા 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેના ભાગરૂપે આજ રોજ વોર્ડ નં. ૧૪માં આવેલ ગુંદાવાડી વિસ્તારની જુદી જુદી શેરીઓમાં ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહુર્ત ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તથા વોર્ડ નં. ૧૪ના કોર્પોરેટરશ્રીઓ અન્ે ભાજપ પક્ષના હોદેદારોના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ નં. ૧૪ના કોર્પોરેટર તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, વોર્ડ નં. ૧૪ના કોર્પોરેટર અને પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, વોર્ડ નં. ૧૪ના કોર્પોરેટર વર્ષાબેન રાણપરા, કિરણબેન સોરઠીયા, શહેર ભાજપ મંત્રી જ્યોત્સનાબેન હળવદીયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, વોર્ડ નં. ૧૪ ભાજપના પ્રભારી નિલેશભાઈ જલુ, વોર્ડ નં. ૧૪ ભાજપના પ્રમુખ અનીષભાઈ જોષી, વોર્ડ નં. ૧૪ ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત, વિપુલભાઈ માખેલા, શિક્ષણ સમિતિ સભ્ય મુકેશભાઈ મહેતા, બુથવાલી શૈલેષભાઈ હાપલીયા, રાજુભાઈ ટાંક, પ્રભુભાઈ પટેલ, જયેશભાઈ પાઠક, હિતેશભાઈ વીરડા, મનુભાઈ જોબનપુત્રા, જયવીર સિંહ, ભનુભાઈ પટેલ, ધર્મેશભાઈ ડોડીયા, અર્જુનભાઈ બારૈયા, હિતેશભાઈ નાગલા, પ્રતિકભાઈ માંડલિયા, અરવિંદભાઈ, ગૌરાંગભાઈ દેવડા, કેયુરભાઈ મશરૂ, ગાયત્રીબેન, હિનાબેન, કનકબેન, ધારાબેન, અલ્કાબેન, નીલાબેન, લીનાબેન, સરોજબેન, ગજરાબા, નેહાબેન તથા વિસ્તારવાસીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:23 pm IST)