Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

અભયભાઈ ભારદ્વાજના 'અંશ'એ જવાબદારી ગ્રહણ કરી

આજથી ઓફીસની કામગીરી શરૂ કરી દીધી, પિતાની રાહ ઉપર આગળ વધવા કદમ માંડી દીધા, સૌએ લાગણી - પ્રેમ દર્શાવ્યો એ બદલ સૌનો આભાર વ્યકત કરતા અંશ ભારદ્વાજ

રાજકોટ : રાજયસભાના સાંસદ અને જાણીતા ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજનું દુઃખદ નિધન થતાં તેમના નજીકના મિત્ર અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીથી માંડી મારા પરિવાર ઉપર આવી પડેલ દુઃખદ પ્રસંગે મારા અંગત મિત્રો, પરિજનો, સ્નેહીજનો, આગેવાનો, કાર્યકરોએ જે પ્રેમ - લાગણી દર્શાવી હતી તે તમામનો હું દિલથી આભાર વ્યકત કરૂ છું.

શ્રી અંશે વધુમાં જણાવેલ કે મેં મજબૂત મનોબળ સાથે મારા પિતાની રાહ ઉપર આગળ વધવાનો નિર્ણય કર્યો છે. પિતાના નકસેકદમ ઉપર આગળ વધીશ અને મારા પિતાના બાકી રહી ગયેલા કાર્યોને પણ આગળ વધારવા પૂરતા પ્રયત્નો કરીશ. નેતાઓ, રાજકીય આગેવાનોથી માંડી નાનામાં નાના કાર્યકરે પાર્થિવદેહના અંતિમ દર્શન કર્યા હતા. તો હાલની પરિસ્થિતિને અનુલક્ષીને ભારદ્વાજ પરિવારને ટેલીફોનિક સાંત્વના પાઠવી હતી. દરમિયાન અભયભાઈના યુવા અંશ ભારદ્વાજે આજથી જોમજુસ્સા સાથે પિતાની જવાબદારી ગ્રહણ કરી લીધી છે અને ઓફીસની કામગીરી શરૂ કરી દીધી છે.

આ તકે અંશ ભારદ્વાજે જણાવેલ કે મેં આજથી મારા પિતાની ઓફીસે જવાનું શરૂ કરી દીધુ છે. મારા અને પિતા સમાન નીતિનકાકા તેમજ સમગ્ર ભારદ્વાજ પરિવાર મારી હરહંમેશની જેમ સાથે છે અને રહેશે. અંશ ભારદ્વાજ - ૯૭૨૭૪ ૭૩૭૩૦.

તસ્વીરમાં અંશ ભારદ્વાજ સાથે ધારાશાસ્ત્રી શ્રી દિલીપભાઈ પટેલ સહિતના નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(2:42 pm IST)