Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

નિર્ભય- અભયઃ અભયભાઈની સ્મૃતિમાં સોમવારે ઓનલાઈન કાર્યક્રમઃ વિજયભાઈની ઉપસ્થિતિ

અભયભાઈના કોલેજકાળથી લઈ જીવનના વિવિધ તબકકાઓ અને કેટલીક અજાણી રસપ્રદ બાબતો પિરસાશેઃ કમલેશ જોશીપુરા- કલ્પક ત્રિવેદી

રાજકોટઃ આગામી સોમવારે તા.૭મી ડીસેમ્બરનાં રોજ રાજયનાં વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, મહાનુભાવો, મિત્રો દ્વારા શ્રી અભયભાઈ ભારદ્વાજજીને ભાવાંજલી આપતો અનુઠો કાર્યક્રમ ''નિર્ભય- અભય''નું આયોજન કરવામાં આવેલ છે.

ઓનલાઈન વર્ચ્યુઅલ મોડનો આ કાર્યક્રમ તા.૭મી ડીસેમ્બર સાંજે ૫ વાગ્યે આયોજીત કરવામાં આવેલ છે. શ્રી અભયભાઈનાં જુના સાથીઓ, આત્મિય મિત્રો, કોલેજકાળના સાથીઓ તેમજ વર્તમાનમાં રાજય અને દેશનાં રાજનૈતિક, કાનુની, તેમજ સાર્વજનીક જીવનમાં પ્રવૃત- સક્રિય એવા અગ્રણીઓને સાંકળી લઈ શ્રી ભારદ્વાજનાં કોલેજકાળથી લઈ જીવનનાં વિવિધ તબકકાઓની જાણીતી અને કેટલીક અજાણી રસપ્રદ બાબતોને આવરી લઈ અને વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ ''સુની- અનસુની ગાથા'' સ્વરૂપે વર્ણવી શ્રી અભયભાઈને શબ્દ પુષ્પથી ભાવવાહિ અંજલી આપશે.

ગુગલ મીટ ઉપરાંત ફેસબુક (કમલેશ જોશીપુરા) અને યુટયુબ (નિર્ભય અભય- હિન્દીમાં 'નિર્ભય- અભય') ઉપરથી પણ લાઈવ પ્રસારણ થશે.

શ્રી અભયભાઈ ભારદ્વાજ જેવા નોખીમાટીનાં નોખા માનવી સમાન સરળ, પ્રેમાળ સાથીનાં જીવનની ઘટનાઓને આવરી લેતા આ કાર્યક્રમમાં સર્વે મિત્રો, સાથીઓ સ્નેહિજનોને જોડાવવા આમંત્રણ અપાયું છે.

વધુ માહિતી માટે સંપર્ક કમલેશ જોશીપુરા મો.૯૮૨૪૨ ૧૨૦૩૩, કલ્પક ત્રિવેદી મો.૯૮૨૫૦ ૭૯૯૪૫

(2:37 pm IST)
  • દિલ્હીમાં સીબીઆઈના દરોડા:દિલ્હીમાં જય પોલીકેમ ઇન્ડિયા લિમિટેડ કંપની ઉપર સીબીઆઈએ મોટાપાયે દરોડા પાડ્યા છે. access_time 11:57 pm IST

  • મુંબઈગરાંઓ માટે 26 ઈલેક્ટ્રિક AC બસોનું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા લોકાર્પણ.: ટાટા મોટર્સ દ્વારા આ ઈલેક્ટ્રિક બસો બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારની નીતિ અનુસાર મુંબઈને આવી કુલ 340 બસ મળવાની છે... access_time 8:35 pm IST

  • વિજય માલ્યાની ફ્રાન્સમાં આવેલી 14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત : હાલમાં લંડન સ્થિત વિજય માલ્યા વિરુદ્ધ મની લોન્ડ્રીંગ કેસ મામલે ઇડીની કાર્યવાહી access_time 7:25 pm IST