Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

વોર્ડ નં.૨ના વિવિધ વિસ્તારો ડામરથી મઢાશે કામનો પ્રારંભ

કોર્પોરેટર મનીષ રાડીયા, જયમીન ઠાકર, ડો. દર્શિતાબેન શાહ તથા સોફીયાબેન દલના પ્રયત્નો સફળ

રાજકોટ,તા. ૫: શાસકો દ્વારા 'સૌનો સાથ સૌનો વિકાસ' સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવેલ છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૨માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વોર્ડ નં.૦૨માં આવેલ હરિપાર્ક સોસાયટી, અંજની સોસાયટી, અશોક સોસાયટી તથા ચંદ્રનગર સોસાયટી મેઈન રોડમાં ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર સોફીયાબેન દલના હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે વોર્ડ નં.૦૨ના પ્રભારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૦૨ ભાજપના પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૦૨ ભાજપના મહામંત્રી દશરથભાઈ વાળા, ભાવેશભાઈ ટોયટા, નિલેશભાઈ તેરૈયા, પ્રવિણભાઈ પરમાર, અંતાણીભાઈ, રમેશભાઈ ઘોડાસરા તથા વિસ્તારવાસીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:36 pm IST)