Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

અમરજીત નગરમાં કેતન સોલંકી અને માતા કેશરબેન પર પડોશીઓનો હુમલો

કચરો ફેંકવા અને ગાળો બોલવા મામલે પડોશી ધીરજભાઇ સહિતના તૂટી પડ્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૫: એરપોર્ટ રોડ પર અમરજીતનગરમાં રહેતાં કિશન ચમનભાઇ સોલંકી (ઉ.વ.૩૬) અને તેના માતા કેશરબેન ચમનભાઇ સોલંકી (ઉ.વ.૬૫) પર પડોશી ધીરજભાઇ, તેના ઘરના મનિષાબેન, પ્રથમ સહિતનાએ હુમલો કરી ઢીકા-પાટુનો માર મારતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

કેતનભાઇના સગાના કહેવા મુજબ પડોશી ઘણા સમયથી નાની નાની વાતે કચરો ફેંકવા બાબતે ગાળાગાળી કરતાં હોઇ અગાઉ સમાજમાં પણ અમે ફરિયાદ કરી હતી અને સમાધાન કર્યુ હતું. આમ છતાં ફરીથી કાલે માથાકુટ કરી મારામારી કરી હતી. કેતન યુનિયન બેંકમાં સફાઇ કામ કરે છે. જ્યારે પડોશીઓ આરએઅમસીના સફાઇ કામદાર છે.

(12:59 pm IST)