Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

કાલે ડો. બાબા સાહેબ આંબેડકરજીનો નિર્વાણદિન

સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે હૃદયાજંલી-પૂષ્પાંજલી અર્પણ કરાશેઃ પ્રવચન

'ઓશોની આંખે આંબેડકર' પુસ્તક ઉપર મિસ્ત્રી નીતિનભાઈ ચાંદેગરા (સ્વામી દેવ - રાહુલ)નું પ્રવચનઃ પુસ્તક ઉપર વિશેષ વળતર : માસ્ક, હેન્ડ સેનીટાઈઝેશન, સોશ્યલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ યોજાશે

 

રાજકોટઃ. ઓશોના સૂત્ર ઉત્સવ અમાર જાતિ આનંદ અમાર ગોત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન, શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન, કિર્તન, ગીત-સંગીત વિવિધ સંપ્રાદયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં રાત-દિવસ... ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનુ એક માત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે નિયમીત છેલ્લા ૩૫ વર્ષથી અવારનવાર ઉત્સવો ઉજવવામાં આવે છે.

આવતીકાલે તા. ૬ને રવિવારના રોજ ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે હર સાલની માફક રાજકોટના ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે સાંજના ૬.૪૫થી ૭.૪૫ દરમ્યાન બાબા સાહેબને હૃદયાજંલિ સાથે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે તથા મિસ્ત્રી નીતિનભાઈ ચાંદેગરાનું 'આંબેડકર ઓશોની આંખે' પર વિશેષ પ્રવચન, સંધ્યા ધ્યાનના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે.

કાર્યક્રમનું સરનામુઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર-ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજની બાજુમાં ૪-વૈદ્યવાડી 'ડી' માર્ટની બાજુની શેરીમાં - રાજકોટ.

વિશેષ માહિતી માટેઃ (૧) સ્વામિ સત્ય પ્રકાશ - ૯૪૨૭૨ ૫૪૨૭૬,  (૨) સંજીવ રાઠોડ - ૯૮૨૪૮ ૮૬૦૭૦

(11:43 am IST)