Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

રાજકોટ જિલ્લા ભાજપના માળખામાં ધરખમ ફેરફારોઃ નાગદાનભાઇ, મનીષ ચાંગેલા, મનસુખ રામાણી મહામંત્રી

ડી.કે.જુથમાંથી એક માત્ર નીતીન ઢાંકેચા ઉપપ્રમુખ પદે યથાવતઃ કાર્યાલયનો કાર્યભાર હિરેન જોષીને પ્રમુખ સહીત રર સભ્યોની ટીમમાં ૧૮ નવા ચહેરાઃ રામાણીને બઢતીઃ અગાઉ જિલ્લાના પ્રમુખ રહેલા નાગદાનભાઇ હવે મહામંત્રી તરીકે ચાવીરૂપ ભુમીકામાં: ગઇ ટર્મના ત્રણેય મહામંત્રીઓ ભરત બોઘરા, જયંતીભાઇ ઢોલ અને ભાનુભાઇ મેતાની બાદબાકી : વફાદારો અને પક્ષપલટુઓનું મિશ્રણઃ સંતુલન જાળવવા પ્રયાસ : જુની ટીમના ઇન્દ્રવિજયસિંહ ઉપપ્રમુખ પદે યથાવત

રાજકોટ, તા., પઃ જિલ્લા ભાજપના નવા પ્રમુખ મનસુખ ખાચરીયાએ પ્રદેશ નેતાઓ સાથે પરામર્શ કર્યા બાદ જિલ્લાનું સંગઠન માળખુ જાહેર કર્યુ છે. જેમાં પાર્ટીના વફાદારો અને ભુતકાળના પક્ષપલ્ટુઓનો સમન્વય કરવામાં આવ્યો છે. ગયા વખતના માળખામાંથી માત્ર બે જ હોદેદારોને ફરી તક મળી છે. તે સિવાઇ તમામ નવા ચહેરા છે તે સિવાઇ તમામ નવા ચહેરા આવ્યા છે. મહામંત્રી તરીકે રહેલા ડો.ભરત બોઘરા, ભાનુભાઇ મંત્રી, અને જયંતીભાઇ ઢોલ નવા માળખામાં નથી. ભાનુભાઇ અને અરવિંદ રૈયાણીનું નામ મહામંત્રી તરીકે વારંવાર ચર્ચામાં આવ્યું હતું. પણ ચર્ચામાં જ રહયું છે. નાગદાનભાઇ ચાવડા, મનસુખ રામાણી અને મનીષ ચાંગેલાને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. ભાજપમાં પ્રમુખ પછી સૌથી વધુ મહત્વ મહામંત્રીનું રહે છે. નવી ટીમમાં કોઇ ડોકટર, વકીલ કે એન્જીનીયર જેવા નથી.

મનસુખ રામાણી ગઇ ટર્મમાં ઉપપ્રમુખ હતા તેમને મહામંત્રી તરીકે બઢતી મળી છે. ડી.કે.ની ટીમમાં હોય અને એ જ હોદા પર રહયા હોય (ઉપપ્રમુખ) તેવા એક માત્ર નીતીન ઢાંકેચા છે. મુખ્ય ચાર હોદેદારો પૈકી પ્રમુખ અને બે મહામંત્રીઓ પાટીદાર છે. ત્રીજા મહામંત્રી બક્ષીપંચના છે. જિલ્લા ભાજપનું નવુ માળખુ નીચે મુજબ છે.

પ્રમુખ

મનસુખ ખાચરીયા-જેતપુર

ઉપપ્રમુખો

ખોડાભાઇ ખસીયા-જસદણ

તુલસીભાઇ તાલપરા-પડધરી

ગોવિંદભાઇ રાણપરીયા-કંડોરણા

મોહનભાઇ દાફડા-લોધીકા

નીતીન ઢાંકેચા-રાજકોટ

ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા-ભાયાવદર

રીનાબેન ભોજાણી-ગોંડલ

મંજુલાબેન માંકડીયા-ઉપલેટા

મહામંત્રીઓ

નાગદાનભાઇ ચાવડા-રાજકોટ

મનીષ ચાંગેલા-ગોંડલ

મનસુખ રાજાણી-જસદણ

મંંત્રીઓ

અલ્પેશ ઢોલરીયા-ગોંડલ

પ્રાગજીભાઇ કારડીયા-લોધીકા

હસમુખ ટોપીયા-ધોરાજી

બિંદીયાણી મકવાણા-જેતપુર

કાજલબેન કાથરોટીયા-ગોંડલ

ભાનુબેન ઠુમર-કોટડા સાંગાણી

રમાબેન મકવાણા-જસદણ

રસલાબેન સોજીત્રા-રાજકોટ

કોષાધ્યક્ષ

કિશોર શાહ-જેતપુર

કાર્યાલય મંત્રી

હિરેન જોષી-રાજકોટ

(11:42 am IST)